Western Times News

Gujarati News

રક્ષામંત્રી રાજનાથ સિંહે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી થવાને લઇને સંકેત આપ્યા

નવીદિલ્હી,જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીને લઈને રક્ષામંત્રી રાજનાથ સિંહે સંભાવના વ્યક્ત કરી છે. શુક્રવારે જમ્મુ-કાશ્મીરના બે દિવસીય પ્રવાસે પહોંચેલા રાજનાથ સિંહે આ વર્ષના અંત સુધીમાં અહીં ચૂંટણી થવાની સંભાવના વ્યક્ત કરી છે. હાલમાં જ અહીં કલમ ૩૭૦ હટાવ્યા બાદ પરિસિમનને લઈને કવાયતને અંજામ આપવામાં આવ્યો હતો. આદેશ મુજબ જમ્મુ-કાશ્મીરની કુલ ૯૦ વિધાનસભાની સીટોમાં ૪૩ જમ્મુ અને ૪૭ કાશ્મીર વિસ્તારના હિસ્સામાં આવશે.

એક કાર્યક્રમને સંબોધિત કરતા રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, હાલમાં જ અહીં પરિસિમનનું કામ સંપન્ન થયું છે. તે મુજબ જમ્મુમાં ૪૩ અને કાશ્મીરમાં ૪૭ વિધાનસભા સીટો આવશે. તેમણે આગળ કહ્યું કે, એવી સંભાવના છે કે આ વર્ષના અંત સુધી અહીં ચૂંટણી થશે. આ દરમિયાન રક્ષા મંત્રી ફરી એક વખત પાડોશી દેશ પાકિસ્તાન પર ગુસ્સે ભરાયા. તેમણે કહ્યું કે, પાકિસ્તાન ક્ષેત્રમાં સામાજિક તાણા વાણાને તોડી રહ્યું છે અને ભારતમાં નફરતના બીજ વાવી રહ્યું છે. હાલમાં જ ટારગેટ કિલિંગને લઈને વિસ્તારમાં ખૂબ વિવાદ થયો હતો.

જેના કારણે ઘણા કાશ્મીરી હિન્દુઓના જીવનું જાેખમ બતાવીને અહીંથી પલાયન થઈ રહ્યા છે. તેના પર રાજનાથ સિંહે કહ્યું કે, હું અહીંયા લોકોને અપીલ કરું છું કે જમ્મુ-કાશ્મીરના સામાજિક તાણા વાણા જાતિ અને ધર્મથી ઉપર છે. તેમણે કહ્યું કે, કેટલીક તાકતો જે સતત તેને તોડવામાં લાગી છે. એ હેઠળ ફરી એક વખત જમ્મુ-કાશ્મીરમાં નફરત ફેલાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, વર્ષ ૧૯૪૭ના હુમલાથી લઈને હાલના ટારગેટ કિલિંગ સુધી બધા પાછળ પાકિસ્તાનનો હાથ છે.

ચૂંટણી આયોગ દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મતદાતાની લિસ્ટમાં સંશોધન શરૂ કરવા અને ૩૧ ઑગસ્ટ સુધી ફોર્મેટ મતદાતાની લિસ્ટ તૈયાર કરવાની જાહેરાતના બે દિવસ બાદ ચૂંટણીને લઈને કોઈ સમય સીમાના સંકેત મળ્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનર અનુપ ચંદ્ર પાંડેએ સમીક્ષાની અને જમ્મુ-કાશ્મીરના મુખ્ય ચૂંટણી અધિકારીને ફરીથી બનાવવામાં આવેલા વિધાનસભા ક્ષેત્રોનો નકશો બનાવવાના નિર્દેશ આપ્યા છે.

સમીક્ષા પ્રક્રિયા દરમિયાન, નાગરિકોને મતદાતા લિસ્ટમાં પોતાના વિવરણ નોંધાવવા, હટાવવા અને બદલવાનો અવસર આપવામાં આવશે. ગયા મહિને કેન્દ્ર સરકારે એક અધિસૂચના જાહેર કરીને કહ્યું કે, પરિસિમન આયોગના આદેશના ૨૦ મેના રોજ લાગૂ થશે. આયોગે ચૂંટણી ક્ષેત્રોનું માળખું ફરીથી તૈયાર કરતા જમ્મુ વિભાગને ૬ વધારાની વિધાનસભા સીટ અને એક સીટ જમ્મુને પ્રદાન કરી. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન કાયદા ૨૦૧૯ હેઠળ સ્થાપિત પરિસિમન આયોગના આદેશો મુજબ, કેન્દ્ર શાસિત પ્રદેશમાં ૯૦ વિધાનસભા ક્ષેત્ર હશે.HS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.