રક્ષામંત્રી- સેનાધ્યક્ષ ગુરૂવારે લદ્દાખની મુલાકાત લેશે
નવી દિલ્હી: લદ્દાખલમાં ગલવાનઘાટીની ઘટના પછી ચીન- ભારત વચ્ચે ગમે ત્યારે લશ્કરી સંઘર્ષ થાય તેવી પૂરેપુરી શક્યતાઓ છે બંને દેશોએ સશસ્ત્ર તૈયારીઓ લગભગ પૂર્ણ કરી દીધી છે ગમે ત્યારે એક નાનકડી ચીંગારી યુધ્ધમાં પલ્ટાઈ શકે છે. ચીને ભારત સરહદે સૈન્ય ખડકયુ છે.
એટલુ જ નહી પાકિસ્તાન સરહદમાં તેણે પોતાનુ સૈન્ય ગોઠવીને જુદા જુદા એરબેઝ પર પોતાનો કબજા મેળવ્યો છે. ચીન-પાકિસ્તાનની સંયુક્તધરી સરહદે જાવા મળી છે જેને લીધે ભારત અત્યંત સતર્ક થઈ ગયુ છે ભારતના રક્ષામંત્રી રાજનાથસિંહ સેનાધ્યક્ષ મુકુંદનરવણે આવતીકાલે લદ્દાખની મુલાકાતે જઈ રહયા છે
તેઓ સૈન્યના જવાનોને મળીને તેમનું મનોબળ વધારશે તો બીજી તરફ ભારતીય સૈન્યની તૈયારીઓની સમીક્ષા કરશે. ઉલ્લેખનીય છે કે રક્ષામંત્રી અને સેનાધ્યક્ષની મુલાકાતને સંરક્ષણ નિષ્ણાંતો ખૂબ જ સૂચક માની રહયા છે ચીન સાથે ગમે ત્યારે તનાતનીનું વાતાવરણ સર્જાઈ શકે તેમ છે તેવા સંજાગોમાં સેનાની તૈયારીઓનું રક્ષામંત્રી ધ્વારા નિરિક્ષણ કરાઈ રહયુ છે ચીનની દાદાગીરી સામે ભારતીય સેનાએ તૈયારીઓ કરી લીધી છે, થલસેના, વાયુસેના અને નૌકાસેના તૈયાર છે ગમે તે પરિસ્થિતિને પહોંચવા ત્રણેય પાંખને “હાઈએલર્ટ” પર મૂકી દેવાઈ છે.