રક્ષા મંત્રીએ તેજસમાં ઉડાણ ભરી
બેંગલુરુ : બેંગલુરુમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહએ ગુરુવાર સવારે સ્વદેશી ફાઇટ પ્લેન તેજસથી ઉડાણ ભરીને ઈતિહાસ રચી દીધો છે. આવું પહેલીવાર છે કે જ્યારે દેશના કોઈ રક્ષા મંત્રી એ સ્વદેશી ફાઇટર પ્લેન તેજસમાં ઉડાણ ભરી છે.
વાયુસેનાએ ડિસેમ્બર ૨૦૧૭માં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને ૮૩ અપગ્રેડ તેજસ જેટના નિર્માણની જવાબદારી સોંપી હતી. આ પ્લેનનો અંદાજિત ખર્ચ ૫૦ હજાર કરોડ રુપિયા હોવાનું કહેવાય છે.
રક્ષા અનુસંધાન અને વિકાસ સંસ્થાન એ આ વર્ષે ૨૧ ફેબ્રુઆરીએ બેંગલુરુમાં યોજાયેલા એર શોમાં તેને ફાઇનલ ઓપરેશનનલ ક્લીયરન્સ જાહેર કર્યુ હતું. ક્લિયરન્સ બાદ ટૂંક સમયમાં તેજસ યુદ્ધ માટે ભારતીય વાયુસેનામાં સામેલ થઈ જશે.
ત્રણ વર્ષ પહેલા જ વાયુસેનામાં સામેલ કરવામાં આવેલા તેજસનું ટૂંક સમયમાં અપગ્રેડ વર્જન પણ આવવાનું છે. રક્ષા અધિકારીઓ મુજબ, તેજસ ભારતીય વાયુસેના ની ૪૫મી સ્ક્વાડ્રન ‘ફ્લાઇંગ ડ્રેગન’નો હિસ્સો છે. ફાઇટર પ્લેનને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સીએ ડિઝાઇન અને વિકસીત કર્યુ છે. નોંધનીય છે કે, તેજસે ૪ જાન્યુઆરી ૨૦૦૧માં પહેલી ઉડાણ ભરી હતી.