રક્ષા મંત્રીએ પાંચ રાફેલ વિમાનોને વાયુસેનામાં ઔપચારિક રીતે સામેલ કર્યા
અંબાલા, અત્યાધુનિક યુધ્ધક વિમાન રાફેલ આજે વિધિવત રીતે ભારતીય વાયુસેનામાં સામેલ થયું હતું આ પ્રસંગ પર આયોજિત સમારોહમા રાફેલ તેજસ સુખોઇ અને જગુુઆર વિમાન એર શોમાં શાનદાર કરતબ બતાવ્યા હતાં આ પ્રસંગ પર સમારોહને સંબોધન કરતાં રાજનાથસિંહે કહ્યું કે રાફેલને વાયુસેનામાં સામેલ કરવાની જાહેરાત કરી તેમણે વાયુસેનાને રાફેલ વિમાનો માટે અભિનંદન આપ્યા તેમણે ભારત અને ફ્રાંસની વચ્ચે રક્ષા સહયોગની ચર્ચા કરી તેમણે કહ્યું કે બંન્ને દેશો વચ્ચે રક્ષા સંબંધ વિશ્વ શાંતિ માટે મહત્વપૂર્ણ છે.તેમણે કહ્યું કે રાફેલનુ ભારતીય વાયુસેનામાં સામેલ થવું ભારતની સીમાઓ પર નજર રાખનારા દેશો માટે મોટો પડકાર છે.
રક્ષા મંત્રી રાજનાથસિંહે કહ્યું કે રાફેલ યુધ્ધક વિમાનોને ભારતીય વાયુસેનામા સામેલ થવું પુરી દુનિયા માટે એક મોટો અને કડક સંદેશ છે ખાસ કરીને આપણી સંપ્રભુતા પર નજરરાખનારાઓ માટે આ ખાસ ચેતવણી છે અમારી સીમા પર જે રીતનું વાતાવરણ બની રહ્યું છે તેમાં રાફેલનું વાયનસેનામાં સામેલ થવું ખુબ મહત્વપૂર્ણ છે. રાજસ્થાને કહ્યું કે હું આજડે ભારતીય વાયુસેનાના પોતાના સાથીઓને અભિનંદન પાઠવું છું સીમા ખાસ કરીને એલએસી પર તાજેતરમાં જે દુર્ભાગ્યપૂર્ણ ધટનાઓ ભારતીય વાયુ સેના દ્વારા કરવામાં આવેલી તેજ કાર્યવાહી તમારી પ્રતિબધ્ધાને દર્શાવે છે.
રાજસ્થાન સિંહે ફ્રાંસના રક્ષા મંત્રી ફલારેંસ પર્લેની સાથે વાતચીતની બાબતમાં પણ જાણકારી આપી તેમણે કહ્યું કે મેં આજે ફ્રાંસની રક્ષા મંત્રીની સાથે ઉપયોગી ચર્ચા કરી અમે રક્ષા ઔદ્યોગિક ક્ષેત્રની ઓળખ અને સૈન્ય સહયોગ માટે સેના પર કામ જારી રાખવાનો નિર્ણય કર્યો છે. રાજસ્થાને કહ્યું કે પોતાની તાજેતરની વિદેસ યાત્રામાં મેં ભારતના દ્ષ્ટિકોણને દુનિયાની સામે રાખ્યચો મેં તમામને કોઇ પણ સ્થિતિમાં પોતાની સંપ્રભતા અને ક્ષેત્રીય અખંડતાથી સમજૂતિ નહીં કરવાના અમારા સંકલ્પની બાબતમાં જાણકારી આરપી અમે અમારી સીમાઓ અને દેશની સંપ્રભુતાની રક્ષા માટે હરસંભવ પ્રયાસ કરવા માટે પ્રતિબઘ્ધ છીએ રક્ષા મંત્રી રાજનાથસિંહે કહ્યું કે રાફેલનું ભારતીય વાયુસેનામાં સામેલ થવું ભારત અને ફ્રાંસની વચ્ચે મજબુત સંબંધનું પણ પ્રતિક છે બંન્ને દેશો વચ્ચે રણનીતિક સંબંધ પણ મજબુત થશે રાજનાથસિંહે ફ્રાંસની સાથે રક્ષા સહયોગની બાબતમાં ચર્ચા કરી અને રક્ષા ક્ષેત્રમાં રોકાણ અને સહયોગ સમન્વય માટે રોકાણ કરવા નિમંત્રણ મોકલ્યું હતું.HS