રખડતા કુતરાઓના ખોફથી વાહનચાલકો રસ્તો બદલવા અને બાળકો ઘરમાં પુરાઈ રહેવા મજબુર
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: મોડાસા શહેરમાં દિન-પ્રતિદીન કુતરાઓનો આંતક વધી રહ્યો છે.શહેરના રહેણાંક સોસાયટીઓ અને ગલી-મહોલ્લાઓમાં જ્યાં જુઓ ત્યાં કુતરા અડિંગા જોવા મળે છે.મોડાસા શહેરમા રખડતા ઢોરો બાદ હવે કુતરાઓના આતંકથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે મોડાસા શહેરની રત્નદીપ સોસાયટી થી ઋષિકેશ અને યમુનાનગર સોસાયટી સુધીના માર્ગ પર કુતરાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે .શહેર જાણે શ્વાન નગર બની રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે.શહેરમાં દિવસે ને દિવસે કુતરાનો આંતક વધતા શહેરમાં વૃધ્ધો અને બાળકોને બહાર નિકળવામાં પણ બીક લાગી રહી છે.
મોડાસા શહેરની રત્નદીપ થી ઋષિકેશ સોસાયટીમાં રખડતા કુતરાઓ વાહનચાલકો અને રાહદારીઓને પાછળ દોડતા અને બચકા ભરી લેતા વાહનચાલકો અને રાહદારીઓ રસ્તો બદલવા મજબુર બની રહ્યા છે ઋષિકેશમાં રહેતા લેબોરેટરી સંચાલક જયેશ ભોઈની બાઈક પાછળ કુતરા પડતા બાઈક સ્લીપ થઇ જતા શરીરે ઈજાઓ પહોંચતા સારવાર લેવાની નોબત આવી હતી મોડાસા નગરપાલિકા ટીમ દ્વારા કુતરાઓને પાંજરે પુરી જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવેની માંગ પ્રબળ બની છે