રખડતા ઢોરનો કડવો અનુભવ કોર્ટના દરવાજેે જ થયો હતોઃ ચીફ જસ્ટીસ

પ્રતિકાત્મક
(એજન્સી) અમદાવાદ, અમદાવાદ શહેરમાં બિસ્માર રસ્તા રખડતા ઢોર અને ટ્રાફિકની સમસ્યાના મામલે હાઈકોર્ટના ચીફ જસ્ટીસ અરવિંદકુમારની ખંડપીઠે મહત્ત્વપૂર્ણ ટકોર કરતા કહ્યુ હતુ કે કાયદા અને નિયમો બન્યો છે. પરૂતુ પ્રશાન તેનો યોગ્ય અમલ કરાવે તે પણ જરૂરી છે.
એટલુ જ નહીં પરંતુ ચીફ જસ્ટીસ પોતાની સાથે થયેલા અનુભવ પણ વર્ણવીને કહ્યુહ કે હાઈકોર્ટમાં ચીફ જસ્ટીસના પ્રવેશ ગેટ પર જ ૧૦-૧ર રખડતા પશુઓએ રસ્તો બ્લોક કરી નાંખ્યો હતો.
અમદાવાદના બિસ્માર રસ્તા રખડતા ઢોર અને ટ્રાફિકની સમસ્યા મુદ્દે કોર્ટના હુકમના તિરસ્કાર અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી રાજ્ય સરકાર દ્વારા રજુઆત કરવામાં આવી છે કે રખડતા ઢોરના ત્રાસને ડામવા માટે અમદાવાદમાં ઘણા વિસ્તારો ‘નો કેટલ ઝોન’ જાહેર કરવામાં આવ્યા છે.
તેના જવાબમાં ચીફ જસ્ટીસે કહ્યુ હતુ કે જ્યારે તેઓ કોર્ટમાં પ્રવેશી રહ્યા હતા ત્યારે ૧૦-૧ર પશુઓ રસ્તો બ્લોક કરીને ઉભા હતા. પોલીસ કર્મીઓએે વ્હિસલ મારી તેમ છતાં તેઓ હટ્યા નહોતા. સાથે સાથે ચીફ જસ્ટીસે રખડતા શ્વાનના ત્રાસનો પણ ઉલ્લેખ કર્યો હતો અને ભારપૂર્વક કહ્યુ હતુ કે રખડતા શ્વાનના ત્રસને લઈને રસ્તા પર ચાલવા નીકળવુે જાેઈએ નહી. એવી મને સલાહ અપાઈ છે. શ્વાનથી તકલીફ નથી,પણ કોઈની મજા કોઈની સજા બનવી જાેઈએ નહી. એવી ટકોર કરી હતી.
આ મામલો કોર્ટે સ્થાનિક પ્રશ્નો મુદ્દે ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરીટીને ફરીયાદ નિવારણ માટેની જવાબદારી સોંપવા પણ કહ્યુ હતુ. નાગરીકો માટે ટોલ ફ્રી નંબર અને ઈ-પોર્ટલ શરૂ કરવા,જ્યાં નાગરીકો પોતાની સમસ્યા ફોટા સહિત મોકલી શકે તે માટેના નિર્દેશ આપ્યા છે. આ બાબતોનુૃ લીગલ સર્વિસીસ ઓથોરીટી મોનિટરીંગ કરશે અને તે અંગેનો અહેવાલ હાઈકોર્ટને સોંપશે. આ મામલે ૧૯ મી જાન્યુઆરીએ વધુ સુનાવણી હાથ ધરાશે.