રખડતા ઢોર, ટ્રાફિક અને ગંદકીની સમસ્યા દૂર કરવા માટે વહીવટી તંત્રએ ઝુંબેશ શરૂ કરી
પાટણમાં નગર પાલિકાએ પ્રથમ દિવસે ગંદકી કરનાર 10 લોકોને દંડ ફટકાર્યો. ચીફ ઓફિસર બજારમાં ફરી વેપારીઓને રસ્તા પર ગંદકી અને પાર્કિંગ ન કરવા સમજાવ્યા. પાટણમાં આડેધડ પાર્ક કરેલ ઇકો ગાડી બાઇક અને 6 લારીઓ કબજે કરી દંડ વસુલ્યો.