રખિયાલની નારાયણ હોસ્પીટલમાં ‘મા’ કાર્ડધારકોને હેરાન કરાતા આંદોલનની ચિમકી
અમદાવાદ: મા કાર્ડધારકોને ઝડપથી સારવાર આપવામાં ઠાગાઠૈયા કરવા અને તેમની પાસેથી ખોટી રીતે નાણા ઉઘરાવાતા હોવાની રખિયાલ નારાયણ હોસ્પીટલની ફરીયાદો ઉઠી છે.. જેને પગલે એનએસયુઆઈના પ્રદેશ મંત્રી દ્વારા નારાયણ હોસ્પીટલને લેખિતમાં રજુઆત કરી હતી કે કાર્ડધારકોને હોસ્પીટલમાં ઝડપથી સારવાર આપવામાં આવે નહીં તો આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.
એનએસયુઆઈ ગુજરાત પ્રદેશ મંત્રી અઝહર રાઠોડે રખિયાલની નારાયણ હોસ્પીટલને કરેલી લેખિત રજુઆત કરતા જણાવ્યુ હતુ કે ગુજરાત રાજ્ય સરકારની યોજના મુખ્યમંત્રી અમૃતમ (મા કાર્ડ) યોજના અંતર્ગત ગુજરાતના તમામ જીલ્લાઓમાં ગરીબી રેખા હેઠળ જીવતા તથા મધ્ય વર્ગના કુટુંબના મહત્તમ પ સભ્યો માટે વાર્ષિક પાંચ લાખ સુધી કેશલેસ સારવાર આપવામાં આવશે.
આ યોજના અંતર્ગત લીસ્ટમાં નારાયણ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલ પણ સામેલ છે તેમ છતાં નારાયણ હોસ્પીટલમાં આ યોજના અંતર્ગત સારવાર માટે આવતા આવા દર્દીઓને હેરાન કરવામાં આવે છે. બિલ ભરવાનું દબાણ કરાય છે. અને તેમની પાસે પૈસા ભરાવાય છે. આવી ફરીયાદો છેલ્લા ઘણા સમયથી મળી રહી છે.
ફરીયાદો મળતા જાતે જ અનુભવ કરીને પણ અમે તપાસ કરી છે તેથી તાત્કાલીક પગલારૂપે આપ આ તકલીફ દૂર કરો એેવી વિનંતી છે. જા આ અંગે નિવારણ નહીં આવે તો સંસ્થા વિરૂધ્ધ આંદોલન કરવામાં આવશે. ‘મા’ કાર્ડ હોવા છતાં દર્દીઓને હેરાન કરી બિલ ભરવા દબાણ કરાતું હોવાની ફરીયાદ