રખિયાલમાં યુવતીએ લગ્ન કરવાની ના પાડતાં તેનો બિભત્સ વિડીયો વાઈરલ કરવાની ધમકી
(પ્રતિનિધિ) અમદાવાદ, રખિયાલમાં રહેતી એક યુવતીને આત્મહત્યા કરવાની ધમકી આપી વિડીયો કોલ દ્વારા બિભત્સ વિડીયો બનાવ્યો હતો બાદમાં યુવતીએ લગ્ન કરવાની ના પાડતાં શખ્સે વિડીયો વાઈરલ કરવાની ધમકીઓ આપતાં ફરીયાદ નોંધાઈ છે.
આ ઘટના અંગેની વિગત એવી છે કે ચોવીસ વર્ષીય ફાતિમા (કાલ્પનિક નામ) રખિયાલ ખાતે રહે છે અને કોલેજમાં અભ્યાસ કરે છે તેને ફૈઝલ ઉર્ફે બાબા પઠાણ (ગુ.હા.બોર્ડ, અમન ચોક, રખિયાલ) સાથે ઈન્સ્ટાગ્રામ પર ઓળખાણ થયા બાદ બંને કોલેજ આગળ મળ્યા હતા. બાદમાં સપ્ટેમ્બર ર૦ર૦માં ફૈઝલે ફાતિમાને ફોન કરી વિડીયો કોલ નહી કરે તો પોતે આત્મહત્યાની ધમકી આપી હતી જેથી ફાતિમાએ કોલ કરતાં ફૈઝલે ગુપ્તાંગો બતાવવાનું કહયુ હતું એ મુજબ ફાતિમાએ કરતા ફૈઝલે તેનો વિડીયો બનાવી લીધો હતો.
થોડા દિવસ પછી ફૈઝલના માતા લગ્નનું માગુ લઈ આવ્યા હતા જાેકે ફાતિમા અને તેના પરીવારે ઈન્કાર કરતા ફૈજલે તેનો બિભત્સ વિડીયો ફાતિમાને મોકલ્યો હતો અને વાઈરલ કરવાની ધમકી આપી હતી આ અંગે ફાતિમાનો પરીવાર તેને સમજાવવા જતાં ફાતિમા સાથે લગ્ન કરાવો નહી તો આત્મહત્યા કરીશ તમને બદનામ કરીશ અને તમને જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપતા ફાતિમાએ રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફૈઝલ વિરુધ્ધ ફરીયાદ કરી છે.