રખિયાલ ટી.પી.સ્કીમ અમલનાં અસરગ્રસ્તોને વૈકલ્પિક વ્યવસ્થા આપવા માંગણી
૭૦થી પણ વધુ વર્ષથી રહેતાં ગરીબ અને મધ્યમવર્ગના સામાન્ય લોકો સામે માનવીય અભિગમ દાખવીને અસરગ્રસ્તોને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જરૂરીઃ દિનેશ શર્મા |
અમદાવાદ, અમદાવાદ શહેરની મધ્યમાં આવેલ સારંગપુર બ્રિજથી રખિયાલ તરફ જતાં રસ્તા પર ટી.પી.સ્કીમનો બુધવારે અમલ કરવા બાબતે મ્યુ.કોર્પાેરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. સને ૨૦૧૨માં ટી.પી.સ્કીમનો અમલ કરવા બાબતે કપાતમાં આવતી મિલ્કત માલીકોને માત્ર નોટિસ આપવામાં આવી હતી ત્યારે અસરગ્રસ્તો દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા આપવા માંગણી કરેલ તેનો તંત્ર દ્વારા કોઈ જવાબ કે અમલવારી કરવામાં આવી નથી. હવે હાલ આઠ વર્ષ પછી એકાએક અમલ કરવાની કાર્યવાહી કરી અચાનક લોકોની અચાનક દુકાનો તોડી વ્યાપાર છીનવી લેવું તે વ્યાજબી નથી. કારણ કે તેના પર જ તેઓના પરિવારનું ભરણપોષણ ચાલતું હોય છે.
અસરગ્રસ્તોમાં મોટાભાગનાં આઝાદી સમયના ભાગલા વખતે પાકિસ્તાનથી આવેલ નિરાશ્રિતોને ધંધો રોજગાર કરવા જગ્યા ફાળવેલ જેનું આજદિન સુધી મ્યુ.કોર્પાેરેશન ભાડું વસુલ કરી રહી છે. હવે તે જગ્યા એકાએક છીનવી લેવાય અને જા આ બાબતે કોઈ હકારાત્મક નિર્ણય નહીં લેવાય તો તે લોકોની દુકાનો કે જે રોજે રોજ ધંધો કરી પોતાના પરિવારનું ભરણપોષણ કરતાં હોય છે ત્યારે તેઓની રોજીરોટી રખડી પડે તેઓના પરિવારો રોડ ઉપર આવી જશે. પરિણામે ગુનાખોરી વધવાની અને માનસિક રીતે તુટી જવાની પણ સંભાવના રહેલી છે તેને નકારી શકશે નહીં.
મ્યુનિ.કોંગ્રેસના પક્ષનાં નેતા દિનેશ શર્માએ વધુમાં જણાવ્યું હતું કે, આ રસ્તાં પર આગળ જતાં અનેક ચાલીઓ પણ આવી છે તેમાં મોટા ભાગના ગરીબ અને પછાત વર્ગના લોકો પોતાના પરિવાર સાથે છે હવે નજીકના સમયમાં પરીક્ષાઓ આવનાર હોવાથી તથા હાલની હાડ ધ્રુજાવતી ઠંડીમાં લોકોને બેધર કરી દેવા તે યોગ્ય નથી છેલ્લાં ૬૫ વર્ષથી પણ વધુ સમયથી પોતાનું ગુજરાન ચલાવતાં હોય તેવા સમગ્ર નાના-મોટા ધંધાર્થીઓને વિકાસના ઓઠા હેઠળ રોજીરોટી વગરના કરી દેવાનું તથા તેઓને નષ્ટ કરવાનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે જ્યારે બીજી બાજુ નાના ધંધા રોજગારવાળાઓને બેકારીના ખપ્પરમાં ધકેલવામાં આવી રહ્યાં છે.
જો નાના નાના ધંધાર્થીઓ બેકાર થશે તો શહેરમાં ચોરી, લૂંટફાટ તથા અન્ય ગુનાહીત પ્રવૃત્તિઓમાં વધારો થશે. હાલના મંદીના સમયમાં જા મ્યુ.કોર્પાેરેશન તેઓને રોજીરોટી આપી શકતી ન હોય તો છીનવવાનો કોઈ જ અધિકાર નથી. આ બાબતે અસરગ્રસ્તોને તેમની મિલ્કત ખાલી કરવા જરૂરી સમય તેમજ વૈકÂલ્પક વ્યવસ્થા આપવી જાઈએ. જેને કારણે લોકો બેધર પણ ના બને અને પોતાનો માલસામાન તથા ધરવખરી પણ બચાવી શકે અને પોતાના પરિવારનું ભરણપોષણ પણ સારી રીતે કરી શકે.
માનવીય મુલ્યો સાંકળીને જાતાં સારંગપુર બ્રિજથી રખિયાલ તરફ જતાં રસ્તા પર ૭૦થી પણ વધુ વર્ષથી રહેતાં ગરીબ અને મધ્યમવર્ગના સામાન્ય લોકો સામે માનવીય અભિગમ દાખવીને અસરગ્રસ્તોને વૈકÂલ્પક વ્યવસ્થા આપ્યા બાદ જ ટી.પી.સ્કીમનો અમલ કરી લોકોને બેધર થતાં તેઓના ધંધા રોજગારને બચાવી લેવા તાકીદે યોગ્ય કરવા આપને મારી ખાસ માંગણી છે. જા આમાં કોઈ શરતચુક કરવામાં આવશે તો કોંગ્રેસ પક્ષના તમામ કાર્યકરો પ્રજાહિતમાં મ્યુનિ.કોર્પાેરેશનના જવાબદાર તંત્ર સામેના છુટકે ગાંધીચિંધ્યા માર્ગે જલદ આંદોલન કરવાની ફરજ પડશે માટે તેની સંપૂર્ણ જવાબદારી વહીવટી વડા તરીકે આપના શિરે રહેશે. આ અનુચિત પરિÂસ્થતિને નિવારવા માનવીય મૂલ્યોને ધ્યાનમાં રાખી હકારાત્મક કાર્યવાહી કરવા મ્યુ.કમિશ્નરને લેખિત રજૂઆત કરી માંગણી કરી છે.