રજત શર્માએ ડીડીસીએના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપ્યું
નવીદિલ્હી, રજત શર્માએ તમામને આશ્ચર્યચકિત કરતા દિલ્હી એંડ ડિસ્ટ્રિકટ ક્રિકેટ એસોસિએશન (ડીડીસીએ)ના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધુ છે.આ માહિચી ડીડીસીએએ પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર આપી છે. ડીડીસીએ લખ્યું છે રજત શર્માએ ડીડીસીએના અધ્યક્ષ પદેથી તાકિદના પ્રભાવથી રાજીનામુ આપ્યું છે રાજીનામાને એપેકસ કાઉસિલને મોકલવામાં આવ્યું છે.એ યાદ રહે કે રજત શર્મા જુલાઇ ૨૦૧૮માં આ પદ માટે ચુંટાયા હતાં. રજત શર્મા એક ખાનગી સમાચાર ચેનલના ચેરમેન અને એડિટર ઇન ચીફ છે શર્માના હવાલા પરથી કહેવામાં આવ્યું છે કે એવું લાગે છે કે ડીડીસીએમાં ઇમાનદારી અને પારદર્શીતાના સિધ્ધાંતોની સાથે ચાલવું સંભવ નથી જેને કોઇ પણ કીંમત પર હું સમજૂતિ કરવા માટે તૈયાર નથી. એ યાદ રહે કે રજત શર્માના કાર્યકાળ દરમિયાન કોટલા ક્રિકેટ ગ્રાઉન્ડને નવું નામ આપવામાં આવ્યું હતું તેને હવે દિવગંત કેન્દ્રીય મંત્રી અને ડીડીસીએના પૂર્વ અધ્યક્ષ અરૂણ જેટલીના નામ પર અરૂણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમ ઓળખાય છે.