રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા અને ધનુષ 18 વર્ષના લગ્ન જીવન બાદ અલગ થયા
નવી દિલ્હી, સાઉથના સુપર સ્ટાર રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા અને તેના પતિ ધનુષના 18 વર્ષ બાદ છુટાછેડા થયા છે. ધનુષ પણ સાઉથનો મોટો સ્ટાર છે.આ દંપતિએ સોશિયલ મીડિયા પર અલગ થવાની જાણકારી આપી હતી.બંનેએ જોકે તેની પાછળનુ કાકરણ નથી કહ્યુ.તેમણે કહ્યુ હતુ કે, તમારે તમારી જાતને સમજવા માટે સમયની જરુર પડતી હોય છે.મિત્ર, કપલ, માતા પિતા તેમજ એક બીજાના હિતેચ્છુ સ્વરુપે અમે 18 વર્ષ સાથે રહ્યા છે.હવે અમે એવી જગ્યાએ ઉભા છે જ્યાંથી અમારા રસ્તા અલગ થવા જઈ રહ્યા છે.
તેમના અચાનક છુટાછેડાથી તેમના ચાહકો ચોંકી ઉઠયા છે.ત્રણ મહિના પહેલા જ ઐશ્વર્યાએ સોશિયલ મીડિયા પર એક ફોટોગ્રાફ મુકયો હતો.આ ફોટો દિલ્હીની મુલાકાત સમયનો હતો.ત્રણે જણા દિલ્હીમાં પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પુરસ્કાર સમારોહમાં ભાગ લેવા માટે આવ્યા હતા.ધનુષને આ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો.
ઐશ્વર્યાએ ખુશી વ્યક્ત કરતા કહ્યુ હતુ, આ એક ઈતિહાસ સર્જાયો છે.હું એક પત્ની તરીકે ગૌરવ અનુભવી રહી છું.