Western Times News

Gujarati News

રજનીકાંતની પોલિટિક્સમાં એન્ટ્રી:31 ડિસેમ્બરે પાર્ટીની જાહેરાત કરશે

નવી દિલ્હી, સાઉથના સુપરસ્ટાર રજનીકાંત (69)એ આખરે સત્તાવાર રીતે રાજકારણમાં ઝુકાવવાનું અને પોતાની રાજકીય પાર્ટી બનાવવાનું જાહેર કર્યું છે. આ અભિનેતાએ 2021માં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં લડવાની પણ જાહેરાત કરી છે. ગુરુવારે તેમણે કહ્યું હતું કે તેઓ પાર્ટીની સત્તાવાર જાહેરાત 31 ડિસેમ્બરના રોજ કરશે.

રજનીકાંત પાછલા ઘણા મહિનાઓથી રાજકારણમાં સક્રિય છે, પરંતુ આજે પહેલીવાર તેમણે પોતાની પોલિટિકલ ઇનિંગ્સ વિશે ફોડ પાડ્યો છે. રાજકીય પક્ષ બનાવવા અને વિધાનસભા ચૂંટણીમાં ઊતરવાની જાહેરાત બાદ તામિલનાડુના રાજકારણમાં વધુ એક અભિનેતાની એન્ટ્રી થશે. તામિલનાડુના રાજકારણમાં ફિલ્મ કલાકારની રાજકારણમાં સફળ ઇનિંગ્સનો લાંબો ભૂતકાળ છે.

રજનીકાંતે ગયા વર્ષે અભિનેતા કમલ હાસનની સાથે ગઠબંધન કરવાની વાત કરેલી. ત્યારે રજનીકાંતે કહેલું કે રાજ્યની જનતાનાં હિતને જોતાં જો કમલ હાસન સાથે ગઠબંધન કરવાની સ્થિતિ ઊભી થશે તો તેઓ એકબીજા સાથે હાથ મિલાવતાં ખચકાશે નહીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.