રણજીત મર્ડર કેસ: ગુરમીત રામ રહીમ સહિત પાંચેય દોષિતોને આજીવન કેદ
નવી દિલ્હી, રણજીત સિંહ હત્યાકાંડમાં કોર્ટે ડેરા સચ્ચ સોદાના પ્રમુખ રામ રહીમ સહિત 5 અન્ય દોષિતોને ઉંમર કેદની સજા સંભળાવી હતી. આ કેસમાં રામ રહિમ સિવાય બાકીના દોષિતોના નામ જસબીર, અવતાર, કૃષ્ણ લાલ અને સબદિલ છે. પંચકૂલા CBI જજ સુશીલ ગર્ગે રામ રહીમને 31 લાખ રૂપિયાન દંડ ફટકાર્યો છે. જ્યારે બાકીના ચાર દોષિતોને 50-50 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. રામ રહીમને આ પહેલા પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યાકાંડમાં પણ આજીવન કેદની સજા થઈ ચૂકી છે. આ સિવાય બે સાધ્વીઓના યૌન શોષણ મામલામાં પણ રામ રહીમને 10-10 વર્ષની સજા થઈ છે.
કોર્ટનો ચુકાદો આવ્યા પછી સીબીઆઈ વકીલ એચપીએસ વર્માએ સ્પષ્ટતા કરતા કહ્યું કે રામ રહી આજીવન જેલમાં જ રહેશે. તેમણે જણાવ્યું કે રણજીત સિંહ હત્યાકાંડમાં જે સજા સંભળાવવામાં આવી છે, તે પહેલા સંભળાવવામાં આવેલી સજાની સાથે જ ચાલશે. બીજી તરફ ચુકાદો આવ્યા પછી રણજીત સિંહના પુત્ર જગસીરે કોર્ટના ચુકાદા પર સંતોષ વ્યક્ત કર્યો હતો.