Western Times News

Gujarati News

રણદીપ રાય “બાલિકા વધૂ ૨”માં આનંદનું પાત્ર ભજવશે

મુંબઈ, ટેલિવિઝન એક્ટર રણદીપ રાય ખૂબ જલ્દી ‘બાલિકા વધૂ ૨’માં આનંદના પાત્રમાં જાેવા મળશે. એક્ટર આ રોલ ભજવવાની આતુરતાથી રાહ જાેઈ રહ્યો છે. તેણે કહ્યું કે હું ખૂબ ઉત્સાહિત છું અને ના, હું જીવનમાં પહેલીવાર સહેજ પર નર્વસ નથી.

મારા પર કોઈ દબાણ હોવાનું પણ મને લાગી રહ્યું નથી. હકીકતમાં, હું તેમ કહીશ કે આ શોનો ભાગ બનીને ધન્યતા અનુભવી રહ્યો છું. પાત્ર વિશે વાત કરતાં એક્ટરે કહ્યું જ્યારે મને આનંદના રોલ વિશે ટૂંકી માહિતી મળી ત્યારે મને કહેવામાં આવ્યું હતું કે, તે ખૂબ જ મીઠડો અને લોકોની સંભાળ રાખનારો વ્યક્તિ છે. તે સ્વાર્થી નથી, જે અન્ય કરતાં પોતાને પ્રાથમિકતા આપે છે.

અને તે હંમેશા સાચું જ કહે છે, ભલે તે પછી ગમે તેની સાઈડમાં હોય. આ સંદર્ભ સાંભળ્યા પછી , હું આનંદનું પાત્ર ભજવવા માટે ખરેખર ખુશ થયો હતો. માત્ર હું જ નહીં પરંતુ દર્શકોને પણ આ પાત્રો ગમે છે, જે ગ્રાઉન્ડેડ હોય તેમજ અમેરિકામાં રહ્યા બાદ પણ પોતાના મૂળ સાથે જાેડાયેલો હોય. આ પાત્ર વિશે કેટલીક આવે બાબતો છે જે મને ખરેખર ગમે છે.

રણદીય રાય, તે જે મૂળ ઝાંસીનો છે તે એક્ટિંગમાં કરિયર બનવવા માટે આઠ વર્ષ પહેલા મુંબઈ શિફ્ટ થયો હતો. અત્યારસુધીની જર્ની વિશે વાત કરતાં તેણે કહ્યું ‘મને તેવું લાગે છે કે જાણે હું હમણા જ ઝાંસીથી મુંબઈ આવ્યો છું અને તેને વધારે સમય થયો નથી. ઈન્ડસ્ટ્રીમાં ઘણું કામ મેં કરી લીધું હોવાનું મને લાગતું નથી કારણ કે હજી ઘણું કરવાનું બાકી છે.

અત્યારે મને લાગે છે કે તે એક કામ છે જે હું કરી રહ્યો છું. આ લાગણીઓ મારા વતન તરફથી મને આવી છે. પોતાના વતનથી અહીં આવવાનો અને કામ કરીને ઈન્ડસ્ટ્રીમાં ધમાકો કરવાનો તે અહેસાસ મને હજી સુધી થયો નથી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.