રણદીપ હુડ્ડા માયાવતી પર અભદ્ર ટિપ્પણી કરીને બરાબરનો ફસાયો
નવીદિલ્હી: બોલીવુડ અને ટીવી સેલેબ્સ હાલના દિવસોમાં વિવાદાસ્પદ નિવેદનોને કારણે હેડલાઇન્સમાં રહેતા હોય છે. મુનમુન દત્તા અને યુવિકા ચૌધરીની જેમ રણદીપ હૂડા પણ હવે વિવાદમાં ઘેરાયો છે. આ બંને અભિનેત્રીઓની જેમ રણદીપ હૂડાએ પણ જાતિવાદી શબ્દનો ઉપયોગ કર્યો છે, તે પણ ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને બસપા સુપ્રીમો માયાવતી પર. શુક્રવાર સવારથી ધરપકડ રણદીપ હૂડા અને માયાવતીના નામના ટ્રેન્ડ સોશિયલ મીડિયા પર ચાલી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર રણદીપ હૂડાનો એક વીડિયો છેલ્લા કેટલાક દિવસથી વાયરલ થઈ રહ્યો છે. આમાં તે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજવાદી પાર્ટી (બસપા) સુપ્રીમો માયાવતીની મજાક ઉડાવતા જાેવા મળ્યો હતો. હવે આ રીતે, રણદીપ હૂડાની ધરપકડ કરવાનો ટ્રેન્ડ ટિ્વટર પર જાેવા મળી રહ્યો છે. બસપા અને માયાવતી સમર્થકો સતત અભિનેતાની ધરપકડની માંગ કરી રહ્યા છે.
સોશ્યલ મીડિયા યૂઝર્સનું કહેવું છે કે રણદીપ હૂડાનું નિવેદન માત્ર માયાવતી અને દલિત વિરોધી નથી પણ મહિલા વિરોધી છે. હજી સુધી આ સમગ્ર મામલે રણદીપ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. હવે જાેવામાં આવશે કે રણદીપ આ અંગે ક્યારે અને શું સ્પષ્ટતા આપે છે.
રણદીપ હૂડાના વર્કફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો અભિનેતા સલમાન ખાનની ફિલ્મ ‘રાધે’માં જાેવા મળી હતો. જેમાં રણદીપની અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી. તે રાણા નામના ડ્રગ ડીલરની ભૂમિકામાં દેખાયો હતો. રણદીપ ઉપરાંત સલમાન ખાન, ગૌતમ ગુલાટી, દિશા પટની અને જેકી શ્રોફ જેવા સ્ટાર્સ પણ છે.