રણબીરની એક્સ ઝઘડા બાદ તેનો એવોર્ડ તોડી નાખતી હતી
મુંબઈ, બોલિવૂડનો ખૂબ જ હેન્ડસમ એક્ટર રણબીર કપૂર હાલમાં અભિનેત્રી આલિયા ભટ્ટને ડેટ કરી રહ્યો છે. બંને ઘણીવાર એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતા જાેવા મળે છે. આલિયા પહેલા રણબીર દીપિકા પાદુકોણ અને કેટરિના કૈફ સહિત ઘણી અભિનેત્રીઓને ડેટ કરી ચૂક્યો છે.
હાલમાં બંને અભિનેત્રીઓ તેમના લગ્ન જીવનમાં ખૂબ જ ખુશ છે. રણબીરે તેના એક જૂના ઈન્ટરવ્યુમાં તેની એક્સ ગર્લફ્રેન્ડ વિશે ઘણી રસપ્રદ વાતો જણાવી હતી.
વર્ષ ૨૦૧૭માં ફિલ્મફેર મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુમાં રણબીર કપૂરે કહ્યું હતું કે, જ્યારે પણ તેની કોઈ ગર્લ ફ્રેન્ડ સાથે ઝઘડો થતો હતો ત્યારે તે તેની ટ્રોફી તોડી નાખતી હતી. એક સમય એવો હતો જ્યારે રણબીર કપૂરને એક પછી એક અનેક ફિલ્મફેર એવોર્ડ મળ્યા હતા, વર્ષ ૨૦૧૧માં રણબીરે ફિલ્મ ‘રોકસ્ટાર’ માટે એક કરતા વધુ કેટેગરીમાં એવોર્ડ જીત્યા હતા. તેણે પોતાના ઈન્ટરવ્યુમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.
ફિલ્મફેરના એડિટર જીતેશ પિલ્લઈએ રણબીરને કહ્યું, ‘તમારી એક્સ ગર્લફ્રેન્ડ હંમેશા મને કહેતી હતી કે, તેમને કેટલા એવોર્ડ મળ્યા છે અને અમને આપો. જીતેશ પિલ્લઈની વાત પર રણબીર હસ્યો અને તેની એક એક્સ ગર્લફ્રેન્ડનો રસપ્રદ કિસ્સો સંભળાવ્યો. રણબીરે કહ્યું હતું કે, મારી એક ગર્લફ્રેન્ડ હતી, જ્યારે પણ અમારી વચ્ચે ઝઘડો થતો હતો ત્યારે તે એવોર્ડ તોડતી હતી.
હું તેને કહેતો, વો ફિલ્મફેર કો હાથ મત લગાના. રણબીર કપૂર છેલ્લા કેટલાક સમયથી આલિયા ભટ્ટ સાથે રિલેશનશિપમાં છે. અહેવાલો છે કે, બંને વર્ષ ૨૦૨૨માં લગ્ન કરશે. નવા વર્ષ નિમિત્તે રણબીર-આલિયા કેન્યા ગયા હતા. કપલે પોત-પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ઘણી તસવીરો પોસ્ટ કરી છે.
એક ફોટો શેર કરતા આલિયાએ રણબીર કપૂરની ફોટોગ્રાફી કુશળતાના વખાણ કર્યા હતા. રણબીર અને આલિયા ટૂંક સમયમાં અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં સાથે જાેવા મળશે. આ મેગા બજેટ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, નાગાર્જુન અને મૌની રોય પણ મહત્વની ભૂમિકામાં છે. થોડા દિવસો પહેલા મેકર્સે ફિલ્મનું ટીઝર લોન્ચ કર્યું હતું. આ ફિલ્મ આ વર્ષે ૩૦ સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.SSS