રણબીર અને આલિયાના ફેન્સની આતુરતાનો અંત

ફેન્સ ખાસ્સા સમયથી આખું ગીત રિલીઝ કરવાની માગ કરી રહ્યા છે, જે હવે પૂરી થતી દેખાઈ રહી છે
૧૫ જુલાઈએ કેસરિયા ગીત રિલીઝ થાય તેવી શક્યતા
મુંબઈ,થોડા જ મહિનામાં પેરેન્ટ્સ બનવા જઈ રહેલા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પહેલીવાર ફિલ્મી પડદે ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જાેવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર આવી ગયું છે અને ગીત કેસરિયાનું ટીઝર પણ આવ્યું છે. આ ગીતમાં રણબીર-આલિયાની કેમેસ્ટ્રીએ ફેન્સનું ધ્યાન ખેંચ્યું હતું. ગીતનું સંગીત અને શબ્દો પણ ફેન્સને પસંદ આવ્યા હતા.
ત્યારે ફેન્સ આતુરતાથી ફિલ્મનું આ ગીત રિલીઝ થાય તેની રાહ જાેઈ રહ્યા છે. એપ્રિલમાં ‘કેસરિયા’નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું ત્યારથી અત્યાર સુધી યૂટ્યૂબ પર ૨૦ મિલિયનથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે. ફેન્સ ખાસ્સા સમયથી આખું ગીત રિલીઝ કરવાની માગ કરી રહ્યા છે, જે હવે પૂરી થતી દેખાઈ રહી છે. મનોરંજન ઈન્ડસ્ટ્રી સાથે જાેડાયેલા સૂત્રએ જણાવ્યું, કેસરિયા ગીત માટે ફેન્સમાં ખૂબ ઉત્સાહ જાેવા મળી રહ્યો છે.
‘બ્રહ્માસ્ત્ર’નું મ્યૂઝિક પણ ફેન્સને ગમી રહ્યું છે ત્યારે મ્યૂઝિક ડાયરેક્ટર પ્રીતમે ફેન્સને ખાતરી આપી છે કે ‘કેસરિયા’નું આખું વર્ઝન ટૂંક સમયમાં જ રિલીઝ થશે. દર્શકોનો ભારે પ્રતિસાદ જાેતાં રણબીર-આલિયાની ફિલ્મના મેકર્સે ‘કેસરિયા’ ગીત ૧૫ જુલાઈએ રિલીઝ કરવાનો ર્નિણય કર્યો છે. ડાયરેક્ટર અયાન મુખર્જી અને પ્રોડક્શન હાઉસે ગીત રિલીઝ કરવાનો ર્નિણય માત્ર ને માત્ર ફેન્સનો ઉત્સાહ અને તેમણે આપેલા પ્રતિસાદને લઈને લીધો છે.
આલિયા અને રણબીર ઉપરાંત આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, નાગાર્જુન, મૌની રોય પણ મહત્વના રોલમાં દેખાશે. હવે, ૧૫ જુલાઈએ ‘કેસરિયા’નું આખું વર્ઝન માત્ર હિન્દીમાં રિલીઝ થાય છે કે પછી તેલુગુ, તમિલ, કન્નડ અને મલાયલમમાં પણ થાય છે તે જાેવું રહ્યું. આ ફિલ્મ હિન્દી ઉપરાંત આગળ જણાવેલી ભાષાઓમાં પણ રિલીઝ થવાની છે. આલિયા-રણબીરની ફિલ્મ ૯ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ રિલીઝ થવાની છે.