રણબીર અને દિપિકાને સાથે લઇ ફિલ્મ બનાવવા પ્રયાસો
મુંબઇ, દિપિકા અને રણબીર કપુરની હોટ જોડીને સાથે લઇને ફિલ્મ બનાવવા માટેના પ્રયાસ કેટલાક નિર્માતા નિર્દેશક દ્વારા કરવામાં આવી રહ્યા છે. વિતેલા વર્ષોમાં આ જોડી અનેક હિટ ફિલ્મ આપી ચુકી છે. બંને ખુબ વ્યસ્ત હોવાથી તેમજ મોટા સ્ટાપ હોવાથી તેમને સાથે લઇને ફિલ્મ બનાવવા માટેની બાબત સરળ નથી.
જો કે કેટલાક નિર્માતા નિર્દેશક આના પર કામ કરી રહ્યા છે. રણબીર કપુર હાલમાં શમશેરા અને અન્ય કેટલીક ફિલ્મોમાં વ્યસ્ત છે. દિપિકા હાલમાં ૮૩માં કામ કર્યા બાદ કોઇ ફિલ્મમાં કામ કરી રહી નથી. થોડાક સમય પહેલા સાથે એડમાં દેખાયા બાદ હવે ફિલ્મમાં પણ નજરે પડી શકે છે. કોઇસમય એવો હતો જ્યારે દિપિકા અને રણબીર કપુર બોલિવુડમાં સૌથી હોટ અને કુલ કપલ તરીકે ગણાતા હતા. તેમની જોડીની ચારેબાજુ નોંધ લેવામાં આવી રહી હતી. તેમના સંબંધોનો અંત થયા બાદ દિપિકાએ અંતે રણવીર સિંહ સાથે લગ્ન કરી લીધા હતા.
રણબીર કપુર પણ હાલમાં આલિયાના પ્રેમમાં છે. જો કે દિપિકા અને રણબીર વચ્ચે સારી મિત્રતા રહેલી છે. પ્રોફેશનની દ્રષ્ટિએ બંને સાથે પણ કામ કરી રહ્યા છે. બંને સાથે કેટલીક ફિલ્મોમાં પણ કામ કરી ચુક્યા છે. અનેક પ્રસંગો પર બંને સાથે પણ નજરે પડી ચુક્યા છે. બંને સારા મુડમાં કેટલીક વખત દેખાઇ ચુક્યા છે. ગયા વખતે કરણજાહરના ઘરે યોજાયેલી પાર્ટીમાં દિપિકા અને રણબીર કપુર એક સાથે નજરે પડ્યા હતા. દિપિકા અને રણબીર કપુર એક મોટી બ્રાન્ડમાં સાથે કામ કરી ચુક્યા છે. આ જાહેરાત હાલમાં પ્રસારિત કરવામાં આવી રહી છે. આ જાહેરાત ખુબ જ કોમર્શિયલ છે. જાહેરાત પર સાઇન કરવામાં આવી હતી ત્યારે દિપિકાને આ અંગે માહિતી ન હતી કે જે બ્રાન્ડમાં કામ કરવા જઇ રહ્યા છે તેમાં તેની સાથે રણબીરને લેવામાં આવનાર છે. બંને સાથે કામ કરવા ઇચ્છુક પણ છે.