રણબીર અને નીતુ કપૂર સાથે આલિયાનું નવું ઘર જોવા પહોંચ્યા
મુંબઈ, ણબીર કપૂર પોતાની મમ્મી નીતુ કપૂર સાથે પાલી હિલમાં બની રહેલા પોતાના નવા ઘરને જાેવા માટે અચૂક જાય છે પછી ભલે ગમે તે મૌસમ હોય. હવે તેઓ આલિયા ભટ્ટ સાથે બહુમાળી બિલ્ડીંગની કન્સ્ટ્રકશન સાઈટ પર જાેવા મળ્યા.
વિડીયોમાં તેઓ કેઝ્યુઅલ ડ્રેસમાં કોન્ટ્રાક્ટરની ટીમ સાથે વાત કરતા જાેવા મળ્યા હતા. આલિયા ઘર બનવાની પ્રક્રિયામાં ઝીણવટથી નજર રાખી રહી છે કેમકે તે લગ્ન બાદ રણબીર સાથે આ જ ઘરમાં શિફ્ટ થશે. વિડીયોમાં તમે રણબીર કપૂરને કોન્ટ્રાક્ટર સાથે વાત કરતા જાેઈ શકો છો.
રણબીરે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે મહામારીને લીધે તેમના લગ્ન અટકી ગયા હતા. વિડીયો સ્ટાર ફોટોગ્રાફર વિરલ ભયાનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલો આ વિડીયો પોસ્ટ થતાં જ વાયરલ બન્યો હતો. તાજેતરમાં જ રણબીર, આલિયા સાથે પોતાનો બર્થડે સેલિબ્રેટ કરવા માટે જાેધપુર ગયો હતો. સ્ટાર કપલે ત્યાંની એક લકઝરી હોટેલમાં કેટલાંક દિવસો રહ્યા હતા અને જંગલ સફારીનો આનંદ પણ લીધો હતો. બંને ત્યાંથી પાછા આવ્યા તેના એક દિવસ બાદ કન્સ્ટ્રકશન સાઈટ પર જાેવા મળ્યા હતા.
આલિયાએ રણબીરના બર્થડે પર ‘માય લાઈફ’ એવું લખીને પોસ્ટ મૂકી હતી જે ખૂબ વાયરલ થઈ હતી. આ ફોટોને કારણે બંનેના લગ્નની અટકળો સાચી નીકળી છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો કપલ પોતાની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્રની રિલીઝની રાહ જાેઈ રહ્યા છે.
તેઓ પહેલી વખત કોઈ ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે. રણબીરની આગામી ફિલ્મ ‘શમશેરા’ની રિલીઝ પણ નક્કી થઈ ગઈ છે. તે આવતા વર્ષે માર્ચમાં આવશે. કબીર સિંહ ફેમ ડિરેક્ટર સંદીપ વાંગાની ફિલ્મ ‘એનિમલ’માં પણ રણબીર લીડ રોલમાં છે.
આ ફિલ્મમાં તેની સાથે પરિણીતી ચોપરા હશે. તો આલિયા ભટ્ટની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ આવતા વર્ષે ૬ જાન્યુઆરીએ થિએટરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તે ડાન્સર-એક્ટર શાંતનુ મહેશ્વરી સાથે જાેવા મળશે. આ ઉપરાંત, આલિયાની અપકમિંગ ફિલ્મોમાં ‘ડાર્લિંગ્સ’, ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’, ‘આરઆરઆર’ વગેરે ફિલ્મોનો સમાવેશ થાય છે.SSS