રણબીર અને શ્રદ્ધા કપૂરના ડાન્સ સીક્વેન્સ લિક થઈ
મુંબઇ, બોલીવુડના ‘સંજૂ’ રણબીર કપૂરના ફેન્સ લાંબા સમયથી તેને મોટા પરદા પર જાેવા માટે રાહ જાેઈ રહ્યા છે, પરંતુ તેઓ આ વાતથી ખુશ છે કે ટૂંક સમયમાં એક્ટર કેટલાક મોટા પ્રોજેક્ટ લઇને આવી રહ્યો છે. ‘બ્રહ્માસ્ત્ર’ અને ‘શમશેરા’ માટે ચર્ચામાં રહ્યા બાદ રણબીર હવે લવ રંજનની આગામી ફિલ્મ અનટાઈટલ્ડ પ્રોજેક્ટ માટે ચર્ચામાં છે.
રણબીર સાથે ફિલ્મમાં મુખ્ય રોલમાં શ્રદ્ધા કપૂર જાેવા મળશે અને બંનેની એક સાથે આ પ્રથમ ફિલ્મ હશે. જાણવા જેવી વાત એ છે કે, તાજેતરમાં દિલ્હીમાં ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. જ્યાંથી કેટલાક વીડિયો લીક થઈ રહ્યા છે.
લવ રંજનની આ ફિલ્મમાંથી શ્રદ્ધા કપૂર અને રણબીર કપૂરના ડાન્સ સીક્વેન્સનો એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. જાે કે, ડાન્સ સીક્વેન્સ ફિલ્મમાં એક લગ્નના સેટ-અપનો છે. જેને એક મોટી જગ્યા પર શૂટ કરવામાં આવી રહ્યો છે અને તેમાં બેકગ્રાઉન્ડમાં ઘણા ડાન્સર પણ જાેવા મળી રહ્યા છે. આ વીડિયોને PeepingMoon નામના સોશિયલ મીડિયા પેજ પર શેર કરવામાં આવ્યો છે.
વીડિયોમાં રણબીર વાદળી રંગના કુર્તામાં ખુબજ સુંદર લાગી રહ્યો છે. ત્યારે શ્રદ્ધા પીળા રંગની સાળીમાં જાેવા મળી રહી છે. શ્રદ્ધાએ તેના વાળ ખુલ્લા રાખ્યા છે. વાયરલ વીડિયોમાં રણબીર અને શ્રદ્ધાની કેમેસ્ટ્રીની એક ઝલક પણ જાેવા મળી રહી છે જેને ફેન્સને એક્સાઈટેડ કર્યા છે.SSS