રણબીર-આલિયા એપ્રિલમાં લગ્ન કરશે તેવી ચર્ચા
મુંબઇ, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બોલિવુડના સૌથી વધુ ચર્ચામાં રહેતા કપલ પૈકીના એક છે. ફેન્સ રણબીર અને આલિયાને પહેલીવાર સ્ક્રીન પર સાથે જાેવા માટે આતુર છે. રણબીર અને આલિયાને જાહેરમાં તો ફેન્સે કેટલીયવાર સાથે જાેયા છે પરંતુ ફિલ્મમાં તેઓ પહેલીવાર સાથે જાેવા મળવાના છે. અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં આલિયા-રણબીર પહેલીવાર સ્ક્રીન શેર કરશે.
થોડા દિવસ પહેલા જ ફિલ્મના છેલ્લા શિડ્યુલના શૂટિંગ માટે કપલ વારાણસી પહોંચ્યું હતું. આલિયા અને રણબીર પ્રોફેશનલ લાઈફ કરતાં તેમની રિલેશનશીપના કારણે ખૂબ ચર્ચામાં રહે છે. દર થોડા દિવસે તેમના લગ્નની અફવા ઉડતી રહે છે.
તાજેતરમાં જ અહેવાલ વહેતા થયા હતા કે રણબીર-આલિયા એપ્રિલ ૨૦૨૨માં લગ્ન કરી લેશે અને તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. દરમિયાન એક જાણીતા ડિઝાઈનરની સાથે કપલની તસવીર વાયરલ થતાં આ વાતને વેગ મળ્યો હતો.
રણબીર-આલિયાના લગ્ન અંગે એક્ટરના ફોઈ રીમા જૈને પ્રતિક્રિયા આપી છે. રણબીરના પિતા ઋષિ કપૂરનાં બહેન રીમા જૈનને કપલના લગ્ન વિશે પૂછવામાં આવ્યું. પિંકવિલા સાથેની વાતચીતમાં રીમા જૈને એપ્રિલ ૨૦૨૨માં રણબીર-આલિયાના લગ્ન થવાના હોવાની વાત નકારી છે.
તેમણે કહ્યું, ના એવું કંઈ નથી થવાનું. તેઓ લગ્ન કરશે પરંતુ ક્યારે એ મને ખબર નથી. તેઓ નક્કી કરશે અને અચાનક જ તમને પણ જાણવા મળી જશે. એપ્રિલમાં રણબીર-આલિયાના લગ્નની ચર્ચા ખૂબ પ્રબળતાથી થઈ રહી છે ત્યારે તેમણે આગળ કહ્યું, ના નહીં થાય. અમે કોઈ તૈયારીઓ નથી કરી તો પછી આટલી જલદી લગ્ન કેવી રીતે થશે? જાે આ સાચું હોય તો મારા માટે પણ આઘાતજનક છે.
લગ્ન ચોક્કસથી થશે પરંતુ ક્યારે એ મને ખબર નથી. રણબીર અને આલિયાના લગ્નની ચર્ચા કેટલાય સમયથી થતી રહે છે. નવા-નવા મહિના સામે આવતાં રહે છે.
જાેકે, કપલે ક્યારેય લગ્નની પુષ્ટિ કરી નથી. વર્કફ્રંટની વાત કરીએ તો, રણબીર અને આલિયા ‘બ્રહ્માસ્ત્ર’ ઉપરાંત કેટલાક રસપ્રદ પ્રોજેક્ટમાં જાેવા મળશે. રણબીર પાસે હાલ ‘શમશેરા’, ‘એનિમલ’ અને લવ રંજનની અનટાઈટલ ફિલ્મ છે. જ્યારે આલિયા પાસે ‘રોકી ઔર રાની કી પ્રેમકહાની’, ‘જી લે ઝરા’, ‘ડાર્લિંગ્સ’ જેવી ફિલ્મો છે.SSS