રણબીર-આલિયા હનીમૂન માટે સ્વિત્ઝરલેન્ડ જશે

મુંબઇ, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર એપ્રિલ મહિનામાં લગ્નના તાંતણે બંધાઈ જવાના છે. રણબીર-આલિયાના લગ્ન બોલિવુડના સૌથી વધુ રાહ જાેવાતા લગ્નો પૈકીના એક છે. જ્યારથી સમાચાર આવ્યા છે કે કપલ એપ્રિલના બીજા અઠવાડિયામાં પરણશે ત્યારથી ફેન્સની ખુશી સાતમા આસમાને છે.
૧૩ એપ્રિલે મહેંદી સેરેમની સાથે કપલના લગ્ન પ્રસંગો શરૂ થવાના છે. લગ્ન અંગેની વિગતોને સિક્રેટ રાખવામાં આવી રહી છે તેમ છતાં વેન્યૂ અને ગેસ્ટ લિસ્ટની માહિતી મીડિયામાં લીક થઈ છે. હવે રણબીર કપૂર અને આલિયા ભટ્ટના હનીમૂન અંગે માહિતી પ્રાપ્ત થઈ છે.
લગ્ન બાદ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ હનીમૂન માટે સ્વિત્ઝરલેન્ડ જશે. થોડા દિવસ પહેલા જ અહેવાલ હતા કે, કરણ જાેહર આગામી ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમકહાની’ની આગામી શિડ્યુલનું શૂટિંગ સ્વિત્ઝરલેન્ડમાં કરવાનું વિચારી રહ્યો છે.
આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને રણવીર સિંહ લીડ રોલમાં છે ત્યારે એક ખાસ ગીતનું શૂટિંગ અહીં થવાનું છે. આ ગીતનું શૂટિંગ આગામી મે અથવા જૂન મહિનામાં થવાનું છે. આલિયા અહીં ૭-૧૦ દિવસની ટ્રીપ પર જશે.
એવામાં અંદાજાે લગાવવામાં આવી રહ્યો છે કે રણબીર કપૂર પણ આલિયા સાથે સ્વિત્ઝરલેન્ડ જશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, આલિયા ભટ્ટના નાના એન. રાઝદાનની તબિયત નાજુક હોવાથી રણબીર-આલિયાના લગ્ન વહેલા લેવાયા છે.
૧૩-૧૭ એપ્રિલની વચ્ચે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર લગ્ન કરી લેશે. કપલના લગ્ન ચેમ્બુર સ્થિત આરકે હાઉસમાં થવાના છે જેમાં પરિવારજનો અને અંગત મિત્રો જ હાજર રહેશે. જાેકે, ભટ્ટ કે કપૂર પરિવાર હજી સુધી આ મુદ્દે કંઈ બોલવા તૈયાર નથી.
સૂત્રોનું માનીએ તો આરકે હાઉસ લગ્ન માટે પસંદ કરવા પાછળ ખાસ કારણ રહેલું છે. કપૂર ખાનદાન માટે તેમનો પરિવાર સર્વોપરી છે. આ પેઢીમાંથી કદાચ આ છેલ્લા લગ્ન છે માટે જ કપૂર પરિવાર પોતાના મૂળની નજીક રહીને પ્રસંગ પૂરો કરવા માગે છે”, તેમ સૂત્રોએ જણાવ્યું.
આરકે બંગલોમાં વિશાળ લૉન છે અને અહીં લગ્ન માટે પરિવાર અને મિત્રોને બેસાડી શકાય તેવી જગ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, લગ્નમાં માત્ર અંગત મિત્રો અને પરિવારને જ આમંત્રણ અપાયું છે.
જાેકે, રણબીરે સુનિશ્ચિત કર્યું છે કે, આટલા વર્ષોમાં તેણે જે પણ હેર-મેકઅપ આર્ટિસ્ટ, સ્પોટ બોય અને આસિસ્ટન્ટ્સ સાથે કામ કર્યું છે તેમને બોલાવવામાં આવે. ચર્ચા છે કે, રણબીરના બેસ્ટફ્રેન્ડ અયાન મુખર્જી ઉપરાંત લગ્નમાં કરણ જાેહર, આદિત્ય રોય કપૂર પણ હાજરી આપશે. વિકી કૌશલ સાથે પણ રણબીર ગાઢ મિત્રતા ધરાવે છે ત્યારે વિકી-કેટરિના અને દીપિકા-રણવીર હાજર રહે તેવી શક્યતા છે.SSS