રણબીર કપૂરનું ગીત જાપાનમાં ખૂબ પસંદ કરાઈ રહ્યું છે
મુંબઈ, જુલાઈ ૨૦૧૭માં એક ફિલ્મ રિલીઝ થઈ હતી, તેનું નામ હતું જગ્ગા જાસૂસ અને ફિલ્મના લીડ એક્ટર્સ રણબીર કપૂર અને કેટરિના કેફ હતા. ડાયરેક્ટર અનુરાગ બસુની આ ફિલ્મ તદ્દન ફ્લોપ રહી હતી, પરંતુ ફિલ્મની સિનેમેટોગ્રાફીની ઘણી ચર્ચા થઈ હતી. ફિલ્મ ભલે બોક્સ ઓફિસ પર પીટાઈ ગઈ હોય, પરંતુ તેના ગીતો ઘણા પોપ્યુલર થયા હતા. તેમાંથી એક હતું ગલતી સે મિસ્ટેક, જેમાં રણબીરના ડાન્સ મૂવ્સ અને આખા ગીતની કોરિયોગ્રાફી એકદમ યુનિક હતી.
અરિજિત સિંહ અને અમિત મિશ્રાએ ગાયેલા આ ગીતને ઘણું પસંદ કરવામાં આવ્યું. તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, યુટ્યૂબ પર ગીતના ૬૮ કરોડથી વધારે વ્યૂઝ છે. ગીત ૨ મિનિટ ૪ સેકન્ડનું જ છે, પરંતુ તેની બીટ ઘણી અલગ છે. ખાસ વાત એ છે કે, રણબીરનું આ ગીત ભારતની સાથે-સાથે જાપાનમાં પણ ઘણું પોપ્યુલર છે.
જાે યુટ્યૂબ પર કોમેન્ટ સેક્શન જાેઈએ તો જાણવા મળે છે કે, તેને જાપાની ફેન્સનો કેટલો પ્રેમ મળી રહ્યો છે. બધા ફેન્સ જાપાની ભાષામાં જ કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક લોકો આ ગીતના શબ્દો અને મ્યુઝિકને પસંદ કરી રહ્યા છે, તો કેટલાક ડાન્સ સ્ટેપને. કેટલાક યૂઝર્સ એવું પણ પૂછી રહ્યા છે કે, આ ગીત જાપાનમાં કેમ આટલું વાયરલ થઈ રહ્યું છે? તેના જવાબમાં ઘણા લોકોએ જણાવ્યું કે, આ ગીત શીખવાડે છે કે યુવાનીમાં જાે ભૂલ પણ થઈ જાય તો ચિલ કરીને આગળ વધવું જાેઈએ.
રણબીર કપૂરના દાદાના ગીતમાં પણ હતો જાપાનનો ઉલ્લેખ રણબીર કપૂરના દાદા રાજ કપૂરના એક જાણીતા ગીતમાં પણ જાપાનનો ઉલ્લેખ છે. તેમની ફિલ્મ ‘આવારા’નું ગીત ‘મેરા જૂતા હૈ જાપાની’ પણ ઘણું પોપ્યુલર છે. સિંગર મુકેશે ગાયેલું આ ગીત આજે પણ એટલું જ પસંદ કરવામાં આવે છે.SSS