રણબીર કપૂર-આલિયા ભટ્ટ 17 એપ્રિલે લગ્નના બંધનમાં બંધાશે

મુંબઈ, રણબીર કપૂર તથા આલિયા ભટ્ટ પોતાના લગ્નને કારણે ચર્ચામાં છે. લગ્ન પહેલાં રણબીર કપૂર બેચલર પાર્ટી આપવાનો છે. રણબીર કપૂરની બેચલર પાર્ટીમાં સામેલ થનારા મહેમાનોનું લિસ્ટ પણ સામે આવ્યું છે.
રણબીર કપૂર તથા આલિયા ભટ્ટ 17 એપ્રિલે ફેરા ફરશે. પહેલાં ચર્ચા હતી કે બંને RK હાઉસમાં લગ્ન કરવાના છે. જોકે, હવે બંને ચેમ્બુરમાં આવેલા RK સ્ટુડિયામાં લગ્ન કરવાના છે. લગ્નમાં કોને કોને બોલાવવામાં આવશે તે હજી સુધી નક્કી નથી.
રણબીર તથા આલિયા હાલમાં પરિવાર સાથે આ અંગે ચર્ચા કરી રહ્યા છે. હજી સુધી બંનેએ મહેંદી તથા વેડિંગ પ્લાનરને અપોઇન્ટ પણ કર્યા નથી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રણબીર કપૂર તથા આલિયા ભટ્ટ ગ્રાન્ડ વેડિંગ ઈચ્છતા નથી. તેઓ પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કરવા માગે છે. બંનેના લગ્નનું ફંક્શન એક અથવા તો બે દિવસનું જ હશે. આટલું જ નહીં લગ્નમાં પણ માત્ર નિકટના પરિવારના સભ્યોને બોલાવવામાં આવશે. પહેલાં ચર્ચા હતી કે લગ્નમાં 450 મહેમાનો આવશે.