રણબીર લગ્ન કરવા જઈ રહ્યો છે, હું તેના માટે ખુશ છું: સંજય દત્ત
મુંબઇ, રાજકુમાર હિરાનીના ડિરેક્શનમાં બનેલી સંજય દત્તની બાયોપિક સંજુમાં રણબીર કપૂરે તેમનું પાત્ર ભજવીને ક્રિટિક્સ અને દર્શકો તરફથી વાહવાહી મેળવી હતી. ‘સંજુ’ હિટ ગઈ હતી અને આ સાથે રણબીર કપૂરની હિટ ફિલ્મના લિસ્ટમાં વધુ એક નામ ઉમેરાયું હતું.
રણબીર કપૂરે આશરે ૧ વર્ષ સુધી ફિલ્મનું શૂટિંગ કર્યું હતું, એક્ટરની બોડી લેન્ગવેજ, તેમની સેન્સ ઓફ સ્ટાઈલ અને સ્વેગ તેમજ તેમના જીવનના દરેક તબક્કે તેમણે જે લાગણી અનુભવી હતી તે વિશે તેણે બારીકાઈથી માહિતી લીધી હતી અને તેને પોતાનામાં ઉતારવાનો ખૂબ સારી રીતે પ્રયાસ કર્યો હતો.
હાલ, બોલિવુડમાં માત્ર રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની જ ચર્ચા ચાલી રહી છે, ત્યારે સંજય દત્તને તેઓ રણબીરને લગ્ન વિશે શું સલાહ આપવા માગે છે તે અંગે પૂછવામાં આવ્યું હતું.
સંજય દત્ત, જેઓ હાલ તેમની અપકમિંગ ફિલ્મ કે.જી.એફ:ચેપ્ટર ૨નું શૂટિંગ કરી રહ્યા છે તેમણે સૌથી પહેલા પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ‘શું તે લગ્ન કરી રહ્યો છે?’. તેમણે ઉમેર્યું હતું કે, ‘જાે તે લગ્ન કરી રહ્યો છે, તો હું ખરેખર તેના માટે ખુશ છું. આલિયા મારી સામે જન્મી છે અને મોટી થઈ છે. મેરેજ એ કમિટમેન્ટ છે જે બંને એકબીજાને આપી રહ્યા છે.
તેઓ હંમેશા એકબીજાની સાથે રહે તેવી શુભેચ્છા. એકબીજાનો હાથ પકડીને સુખ, શાંતિ અને કરિયરમાં સાથ આપે. જલ્દી બાળકો લાવી દે રણબીર અને હંમેશા ખુશ રહે’. દરેક વ્યક્તિના લગ્નજીવનાં ઉતાર-ચડાવ આવતા રહે છે અને લાંબા સમય સુધી લગ્નજીવન ટકાવી રાખવું તે કપરું છે.
આ સંદર્ભમાં તમે રણબીરને શું સલાહ આપશો તેમ પૂછતાં સંજય દત્તે કહ્યું હતું કે, ‘તે બંને છેડાથી સમાધાનની બાબત છે.
લગ્નજીવનમાં ઉતાર-ચડાવ આવશે પરંતુ કોઈ એકે ઝુકવું પડશે. હું તેમને માત્ર પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવાની અને તે સમયે સ્થિતિ પ્રમાણે કોને ઝુકવાની જરૂર છે તે જાેવાની સલાહ આપીશ.
જીવનના દરેક વળાંકમાં તેમણે તે વાત યાદ રાખવી પડશે કે તેઓએ એકબીજાને જે કમિટમેન્ટ આપ્યું છે તે મહત્વપૂર્ણ છે અને તે જ આગળ વધવાની ચાવી છે’.SSS