Western Times News

Gujarati News

રણબીર – શ્રદ્ધા લવ રંજનની ફિલ્મમાં સાથે કામ કરશે

મુંબઈ: રણબીર કપૂર પોતાની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્રને લઈને ઘણો વ્યસ્ત છે. રણબીર ગુરૂવારે સાંજે ફિલ્મ મેકર લવ રંજનની ઓફિસની બહાર જાેવા મળ્યો હતો. રણબીર કપૂર ઉપરાંત શ્રદ્ધા કપૂર પણ લવ રંજનની ઓફિસમાં જાેવા મળી હતી. બંને સ્ટાર પોતપોતાની કારમાં ત્યાં પહોંચ્યા હતા જેમને પાપારાઝિઓએ પોતાના કેમેરામાં કેદ કરી લીધા હતા. શ્રદ્ધા અને રણબીર કપૂર પ્રથમ વખત લવ રંજનના અનટાઈટલ્ડ પ્રોજેક્ટમાં કામ કરશે. આ વર્ષની શરૂઆતમાં શ્રદ્ધા કપૂરે કહ્યું હતું કે, હું રણબીર કપૂર સાથે લવ રંજનની ફિલ્મ કરી રહી છું.

મને તેમની ફિલ્મો પ્યાર કા પંચનામા અને સોનૂ કે ટીટૂ કી સ્વીટી ઘણી જ પસંદ છે. હું રણબીર સાથે કામ કરવા માટે આતુર છું. તે અમારી પેઢીના શ્રેષ્ઠ અભિનેતાઓમાં સામેલ છે. મને તેમનું કામ પસંદ છે. નોંધનીય છે કે શ્રદ્ધા કપૂર છેલ્લે અહેમદ ખાનની બાગી-૩મા ટાઈગર શ્રોફ સાથે જાેવા મળી હતી. જ્યારે ૨૦૧૮મા આવેલી ફિલ્મ સ્ત્રીની સિક્વલમાં પણ શ્રદ્ધા કામ કરશે તેવા અહેવાલ છે.

આ ઉપરાંત શ્રદ્ધા કપૂરે એક ત્રણ ફિલ્મોની સિરીઝ સાઈન કરી છે જે એક ઈચ્છાધારી નાગિનની વાર્તા પર આધારીત હશે. આ ફિલ્મને વિશાલ ફૂરિયા ડાયરેક્ટ કરશે અને નિખિલ દ્વિવેદી પ્રોડ્યુસ કરશે. બીજી તરફ રણબીર કપૂર ડાયરેક્ટર અયાન મુખર્જીની મલ્ટિસ્ટારર ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જાેવા મળશે. જેમાં આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, મૌની રોય, ડિમ્પલ કાપડિયા, એક્કિનેની નાગાર્જુન પણ છે. આ પ્રથમ ફિલ્મ છે જેમાં રણબીર પોતાની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ સાથે કામ કરતો જાેવા મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.