Western Times News

Gujarati News

રણબીર સાથે લગ્ન કરવા માટે આલિયા ખુબ ઇચ્છુક

મુંબઇ 08062019 : આલિયા ભટ્ટ અને રણબીર કપુરના પ્રેમ સંબંધોને લઇને તમામ લોકો માહિતી ધરાવે છે અને તેમની વચ્ચે કેમિસ્ટ્રીથી તમામ ચાહકો પ્રભાવિત પણ છે. બંને પોતે પણ અનેક વખત એકબીજા પ્રત્યે પ્રેમની કબુલાત કરી ચુક્યાછે. ભલે રણબીર કપુર હવે મોડેથી પ્રેમ અંગેની કબુલાત કરે છે પરંતુ આલિયા ભટ્ટ તો પહેલાથી જ રણબીર કપુરને ખુબ પસંદ કરે છે. આલિયા બાળપણથી રણબીર કપુર પ્રત્યે સોફ્ટ કોર્નિર ધરાવે છે. હાલમાં આલિયા ભટ્ટનો એક વિડિયો સપાટી પર આવ્યો હતો જેમાં તે રણબીર કપુર સાથે લગ્ન કરવા માટે ઇચ્છુક હોવાની અને તેની સાથે પ્રેમમાં હોવાની વાત કરતી નજરે પડી હતી.

આલિયા કહેતી નજરે પડી હતી કે કરણે તેને પ્રથમ વખત રણબીર કપુર સાથે વાત કરાવી હતી ત્યારે તે ખુબ બોલી રહી હતી. એ વખતે રણબીર આલિયા કોણ છે તે અંગે જાણતો પણ ન હતો. આલિયા એમ પણ કહેતી નજરે પડી રહી છે કે રણબીર કપુર ખુબ જ ક્યુટ છે. તે હજુ તેની સાથે લગ્ન કરવા માટે ઇચ્છુક છે. આલિયા અને રણબીર પહેલાથી જ એકબીજાના પ્રેમ અંગે જાહેરમાં વાત કરી ચુક્યા છે. બંને હાલમાં ફિલ્મમાં પણ સાથે કામ કરી રહ્યા છે.

બ્રહ્યા† નામની ફિલ્મમાં બંને નજરે પડનાર છે. રણબીર અને આલિયા હાલમાં એકબીજાને આકર્ષિત કરવા માટે તમામ પ્રયાસ કરતા રહે છે. રણબીર આલિયાના ફોટો ક્લિત કરતો રહે છે. આલિયા ભટ્ટ રણબીર કપુર સાથે પોતાના સંબંધને લઇને હવે ખુબ ગંભીર દેખાઇ રહી છે. તેના સંબંધોની પહેલા પણ ચર્ચા રહી ચુકી છે. રણબીર કપુર અને આલિયા જાહેરમાં એકબીજાના પ્રેમમાં હોવાની વાત કરી લીધા બાદ હવે તેમના લગ્નની ચર્ચા જાવા મળી રહી છે. ટુંક સમયમાં જ આ અંગે ચિત્ર વધારે સ્પષ્ટ થઇ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.