રણવીરએ પત્ની સાથે મળી નક્કી કરી લીધું છે બાળકનું નામ

ખાસ કારણથી જણાવવાની પાડી ‘ના’
ગુજરાતી ડિરેક્ટર દિવ્યાંગ ઠક્કરની ફિલ્મ જયેશભાઈ જાેરદાર’ના પ્રમોશનમાં વ્યસ્ત છે અભિનેતા રણવીર સિંહ
મુંબઈ,
રણવીર સિંહ હાલ જાેરશોરથી તેની અપકમિંગ ફિલ્મ ‘જયેશભાઈ જાેરદાર’ને પ્રમોટ કરી રહ્યો છે, અને દરેક વખતે જે લૂક ટ્રાય કરી રહ્યો છે તેની પણ ઈન્ટરનેટ પર ભારે ચર્ચા છે. જાે કે, માત્ર પ્રભાળશાળી ફેશન સેન્સ અને એક્ટિંગ સ્કિલ સિવાય, રણવીર સિંહ તેના પ્રેસન્સ ઓફ માઈન્ડ અને રમૂજી ટિપ્પણીઓ કરવા માટે જાણીતો છે. હાલમાં, જ ફિલ્મના પ્રમોશન દરમિયાન એક્ટરે ખુલાસો કર્યો કે, તેણે અગાઉથી જ તેના બાળકના નામ માટે લાંબુ લિસ્ટ તૈયાર કરી લીધું છે, પરંતુ તે અત્યારે તેનો ખુલાસો કરવા માગતો નથી.
તેની અપકમિંગ ફિલ્મ સ્ત્રી ભ્રૂણ હત્યા અને જાતીય ભેદભાવના મુદ્દા સાથે સંબંધિત હોવાથી, જ્યારે એક્ટરે પૂછવામાં આવ્યું કે, જાે તે અને તેની પત્ની દીપિકા પાદુકોણ દીકરીના માતા-પિતા બનશે તો શું નામ રાખશે. રણવીરે તરત જ જવાબ આપતાં કહ્યું હતું કે, તેને લોકોના નામ સાથે લગાવ છે અને કપલ સંભવિત નામની ચર્ચા કરી રહ્યું છે. એક્ટરે તેમ પણ કહ્યું હતું કે, તેણે નામ સીક્રેટ રાખ્યા છે કારણ કે લોકો ચોરી લે તેમ તે ઈચ્છતો નથી. એપ્રિલ મહિનામાં જ્યારે ‘જયેશભાઈ જાેરદાર’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું ત્યારે રણવીર સિંહને તે દીકરો ઈચ્છે કે દીકરી તેવો સવાલ કરવામાં આવ્યો હતો.
તેના જવાબે ફેન્સના દિલ જીતી લીધા હતા. તેણે કહ્યું હતું કે, ‘મારી ફિલ્મમાં ડાયલોગ છે તેમ, આપણે જ્યારે મંદિરે જઈએ છીએ ત્યારે આપણને શું પૂછવામાં આવે છે તે તમારે લાડુ જાેઈએ છે કે શીરો? જે મળી તે લઈ લઈએ છીએ. તો ભગવાન જે ઈચ્છશે તે જ મારા જીવનમાં થશે’. રણવીર સિંહ-દીપિકા પાદુકોણના લગ્ન થયા ત્યારથી અત્યારસુધીમાં ઘણીવાર પ્રેગ્નેન્સીની અફવા વહેતી થઈ હતી. જાે કે, તેમાંથી એક પણ સાચી સાબિત થઈ નથી.
જયેશભાઈ જાેરદાર’ની વાત કરીએ તો, ફિલ્મમાં રણવીર સિંહ જયેશભાઈના પાત્રમાં છે જે સમાજમાં સ્ત્રી અને પુરુષોની સમાનતામાં માને છે. દિવ્યાંગ ઠક્કર દ્વારા ડિરેક્ટર કરવામાં આવેલી ફિલ્મ ૧૩ મેના રોજ રિલીઝ થશે, જેમાં શાલિની પાંડે, રત્ના પાઠક અને બોમન ઈરાની મહત્વના રોલમાં છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો, રણવીર સિંહ હાલ કરણ જાેહરની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાણી’માં કામ કરી રહ્યો છે. જેમાં તેને ઓપોઝિટમાં આલિયા ભટ્ટ છે. ‘ગલી બોય’ બાદ આ બીજી એવી ફિલ્મ છે જેમાં રણવીર અને આલિયા સાથે દેખાશે. એક્ટર પાસે આ સિવાય રોહિત શેટ્ટીની ‘સર્કસ’ પણ છે, જેની લીડ એક્ટ્રેસ પૂજા હેગડે છે.SSS