રણવીરે મમ્મી અને પપ્પા સાથે જોરદાર ડાન્સ કર્યો

મુંબઈ, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ગત રવિવારે પોતાના પેરેન્ટ્સ સાથે મુંબઈની એક રેસ્ટોરાંમાં જાેવા મળ્યા હતા. બોલિવુડનું સ્ટાર કપલે રણવીરના મમ્મી અંજુ ભવનાનીના બર્થ ડે સેલિબ્રેટ કરવા શાનદાર પાર્ટીનું આયોજન કર્યું હતું. ૨૨ ઓગસ્ટની બપોરે એક રેસ્ટોરાંમાં અંગત મિત્રો અને પરિવાજનો માટે લંચનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે આ લંચ-પાર્ટીના અંદરના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
વાયરલ થઈ રહેલા વિડીયોમાં બોલિવુડનો સુપર એનર્જેટિક એક્ટર કહેવાતો રણવીર સિંહ ખૂબ ડાન્સ કરતો જાેવા મળે છે. મમ્મી-પપ્પા અને પત્ની દીપિકા તેમજ અન્ય મહેમાનો સાથે ઠુમકા લગાવતા રણવીરના કેટલાક વિડીયો સોશિયલ મીડિયા પર વાયુ વેગે પ્રસરી રહ્યા છે.
એક વિડીયોમાં રણવીર સિંહ પોતાના મમ્મી અંજુ સાથે ફિલ્મ ‘સોનુ કે ટિટ્ટુ કી સ્વીટી’ના ગીત દિલ ચોરી પર ડાન્સ કરી રહ્યો છે. મા-દીકરાનો આ અંદાજ જાેઈને આમંત્રિતો પણ ઉત્સાહમાં આવી ગયા હતા. બીજા એક વિડીયોમાં રણવીર સિંહ પોતાની પત્ની દીપિકા માટે પર્ફોર્મન્સ આપતો જાેવા મળે છે.
એક ગેસ્ટની સાથે સોફામાં બેસીને દીપિકા વાતો કરી રહી છે ત્યારે રણવીર તેની સામે ‘બેફિકરે’ના ગીત ‘નશે સી ચડ ગઈ’ પર ડાન્સ કરે છે. આ વિડીયોમાં રણવીર ડાન્સ કરીને પોતાની પત્નીને રીઝવતો જાેવા મળે છે. દીપિકા પત્ની ડાન્સ કરતો જાેઈને સ્માઈલ કરી રહી છે. રણવીરે માત્ર પત્ની અને મમ્મી સાથે જ નહીં પિતા જગજીત સિંહ ભવનાની સાથે પણ શાનદાર ડાન્સ કર્યો હતો. રણવીર અને તેના પિતા સાથે કેટલાક મહેમાનો એકસરખા સ્ટેપ કરીને ડાન્સ કરતાં જાેવા મળી રહ્યા છે.SSS