Western Times News

Gujarati News

રણવીર સિંહ એરપોર્ટ પર અલગ અંદાજમાં જોવા મળ્યો

મુંબઈ, બોલિવુડ એક્ટર રણવીર સિંહ હંમેશા પોતાના લૂકને લઈને ચર્ચામાં રહે છે. દર થોડા દિવસ રણવીર સિંહના વિચિત્ર લૂકની તસવીરો સામે આવતી રહી છે. સોશિયલ મીડિયા પર રણવીરના લૂક અને આઉટફિટની ખૂબ મજાક ઉડે છે. ઘણીવાર રણવીર ચમકદાર અથવા ભડકીલા રંગના કપડાં પહેરે છે. કેટલાક લોકો તો ઘણીવાર મજાકમાં કહી ચૂક્યા છે કે રણવીરે પત્ની દીપિકાના કપડાં પહેર્યા છે.

જાેકે, દરેક સ્ટાઈલ અને ફેશનને સરળતાથી સંભાળતા રણવીર સિંહને લોકોની કોમેન્ટ્‌સથી કોઈ ફરક નથી પડતો. રણવીર સિંહ ફરી એકવાર પોતાના લૂકના કારણે ચર્ચામાં આવ્યો છે. હાલમાં જ રણવીર સિંહ એરપોર્ટ પર જાેવા મળ્યો હતો. રણવીર બ્લૂ રંગના કોટ અને પેન્ટમાં જાેવા મળ્યો હતો. લાઈનિંગવાળા આ સૂટની અંદર રણવીરે શર્ટ નહોતું પહેર્યું. તેણે બ્લેક રંગનું માસ્ક અને મોટા બ્લેક ગોગલ્સ પહેર્યા હતા. જાેકે, રણવીરના આ સમગ્ર લૂકમાં સૌથી વધુ ધ્યાન તેની હેરસ્ટાઈલે ખેંચ્યું છે.

રણવીરે બે ચોટલીવાળી હતી. એક ચોટલી ઉપરની તરફ અને બીજી નીચે વાળી હતી. આ લૂકમાં પણ રણવીર જામતો હતો. રણવીરના ગળામાં ગણેશજીનું લોકેટ પણ જાેવા મળ્યું હતું. રણવીરનો આ લૂક સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ કેટલાક લોકોએ ખૂબ વખાણ કર્યા તો અમુક ટ્રોલર્સે તેને ફરી ટ્રોલર કર્યો હતો.

વર્કફ્રંટની વાત કરીએ તો, રણવીર છેલ્લે ૨૦૧૯માં આવેલી ફિલ્મ ગલી બોયમાં જાેવા મળ્યો હતો. રણવીર સિંહ હવે પત્ની દીપિકા સાથે ફિલ્મ ‘૮૩’માં જાેવા મળશે. આ ફિલ્મ ૧૯૮૩ના વર્લ્‌ડ કપ પર આધારિત છે. આ ફિલ્મ ગત વર્ષે રિલીઝ થવાની હતી પરંતુ કોરોના કાળના લીધે ના થઈ શકી. આ વર્ષે ફિલ્મ રિલીઝ થશે તેવી ચર્ચા છે.

ફિલ્મમાં રણવીર કપિલ દેવના રોલમાં જ્યારે દીપિકા પાદુકોણ તેમની પત્ની રોમી દેવના રોલમાં છે. આ સિવાય રણવીર પાસે ‘જયેશભાઈ જાેરદાર’, ‘સર્કસ’, ‘સૂર્યવંશી’ અને ‘રોકી ઓર રાની કી પ્રેમકહાની’ જેવી ફિલ્મો છે. ‘રોકી ઓર રાની કી પ્રેમકહાની’ દ્વારા ફરી એકવાર આલિયા ભટ્ટ અને રણવીરની જાેડી બનવા જઈ રહી છે. જ્યારે રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સૂર્યવંશી’માં રણવીર મહેમાન ભૂમિકામાં જાેવા મળશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.