Western Times News

Gujarati News

રણવીર સિંહ કપિલ દેવની ભૂમિકામાં છવાઈ ગયો

મુંબઈ, લાંબા સમયથી જે ફિલ્મની રાહ જાેવાઈ રહી હતી આખરે તેનું ટ્રેલર લોંચ થઈ ગયું છે. અમે વાત કરી રહ્યાં છીએ ૮૩ ના ક્રિકેટ વર્લ્‌ડ કપ પર આધારિત અને ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવની બાયોપિક ગણાવી ફિલ્મ ૮૩ ની.

આ ફિલ્મમાં રણવીર સિંહે કપિલ દેવની આબેહૂબ નકલ કરી છે. ફિલ્મનું ટ્રેલર ખૂબ જ જાેરદાર છે. ફિલ્મના ટ્રેલરમાં, તમે ૧૯૮૩ની ઐતિહાસિક ક્ષણને અનુભવી શકશો, જ્યારે ભારતે તેનો પહેલો વર્લ્‌ડ કપ જીત્યો હતો. દિગ્ગજ ભૂતપૂર્વ ક્રિકેટર કપિલ દેવના લૂકમાં બોલિવૂડ એક્ટર રણવીર સિંહનો લૂક તમને દિવાના કરી દેશે.

ફિલ્મનું ટ્રેલર જાેરદાર છે, પરંતુ ટ્રેલરમાં રણવીર સિંહનો લુક જાેઈને દરેક લોકો પ્રભાવિત થઈ રહ્યા છે. ટ્રેલરમાં રણવીર એકદમ કપિલ દેવ જેવો જ દેખાય છે. ફિલ્મમાં કપિલ દેવની પત્નીનો રોલ કરી રહેલી દીપિકા પાદુકોણ પણ કપિલ દેવની પત્નીના લુકને યોગ્ય ઠેરવતી જાેવા મળી રહી છે.

ફિલ્મના ટ્રેલરની વાત કરીએ તો, તે તમને ક્રિકેટની દુનિયામાં ભારતની સફર પર લઈ જશે જ્યારે તે ઈતિહાસ રચશે અને દર્શકોની અપેક્ષાઓ પર ખરું ઉતરશે. આ પ્રવાસમાં તમને સંઘર્ષ, વિજય અને હાર પણ જાેવા મળશે.

ફિલ્મના ટ્રેલરને સેલેબ્સ અને ફેન્સ તરફથી જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મનું ટ્રેલર શેર કર્યું અને કહ્યું- ૮૩નું ટ્રેલર ઐતિહાસિક મેચ અને ક્યારેય ન ભૂલી શકાય તેવી જીતની યાદ અપાવે છે.

ફેન્સને ફિલ્મનું ટ્રેલર ખૂબ જ પસંદ આવી રહ્યું છે. ફિલ્મમાં કપિલ દેવના લૂકમાં ફેન્સ રણવીરના ખૂબ વખાણ કરી રહ્યા છે. એક યજુરે ટ્રેલર શેર કર્યું અને લખ્યું – તે રણવીર સિંહ નથી, પરંતુ કપિલ દેવ બોલી રહ્યા છે. આ સાથે યુઝરે ફાયર ઇમોજી પણ મૂક્યું છે. એક બીજા યૂઝરે કહ્યું- જાે ઈમોશંસ પકડાઈ જશે તો ફિલ્મને કોઈ સીમા નહીં રહે. રણવીર સિંહ કેવો એક્ટર છે?SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.