રણવીર સિંહ ફિલ્મો સિવાય પણ કરોડોની કમાણી કરે છે
મુંબઈ: તમને જણાવી દઈએ કે, રણવીર સિંહ સોશિયલ મીડિયામાં પણ ઘણો એક્ટિવ રહે છે. રણવીરના હાથમાં ઘણી મોટી ફિલ્મો છે. ફેન્સ તેની ફિલ્મોની આતુરતાથી રાહ જાેઈ રહ્યાં છે. ત્યારે રણવીર એક ફિલ્મ માટે કરોડો રૂપિયા ચાર્જ કરે છે. જાેકે, માત્ર ફિલ્મોથી જ નહીં, રણવીર પાસે એન્ડોર્સમેન્ટની પણ કોઈ કમી નથી.
રણવીર સિંહે બોલિવૂડના સૌથી વધુ ફી લેનાર કલાકારોની લિસ્ટમાં પોતાનું નામ સામેલ કરી દીધું છે. આ ઉપરાંત રણવીર સિંહ ઘણી મોટી બ્રાન્ડ્સની પણ પહેલી પસંદગી બની ગયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, થોડાં સમય પહેલાં જાહેરાતની દુનિયા અનુસાર એક લિસ્ટ તૈયાર કરવામાં આવી હતી. જેમાં સ્ટાર્સને તેમના બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અનુસાર ક્રમે રાખવામાં આવ્યા હતા.
તમને જાણીને આશ્ચર્ય થશે કે આ લિસ્ટમાં રણવીર સિંહનું નામ બીજા ક્રમે છે. અક્ષય કુમારનું નામ પહેલાં નંબર પર આવે છે. આજે રણવીરસિંહ ટૂથપેસ્ટ, ડિઓડોરેન્ટ બ્રાન્ડથી લઈને મોબાઈલ બ્રાન્ડ સુધીની ઘણી મોટી બ્રાન્ડનું એન્ડોર્સમેન્ટ કરે છે. માત્ર એન્ડોર્સમેન્ટ દ્વારા જ રણવીરસિંહ દર વર્ષે લગભગ ૮૪ કરોડ રૂપિયાની કમાણી કરે છે. તમને જણાવી દઈએ કે, રણવીર સિંહે ખૂબ જ નાની ઉંમરમાં ઘણી પ્રસિદ્ધિ મેળવી છે.
જે ખરેખર કાબિલે તારીફ છે. તે બોલિવૂડનો સૌથી હાર્ડ વર્કિંગ એક્ટરમાંથી એક છે. રણવીરે રામલીલા, ગુંડે, બાજીરાવ મસ્તાની, પદ્માવત, સિમ્બા, ગલી બોય જેવી ફિલ્મોમાં શાનદાર એક્ટિંગથી દર્શકોના દિલ જીતી લીધા છે. રણવીરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, રણવીર અને દીપિકા ટૂંક સમયમાં ફિલ્મ ૮૩માં જાેવા મળશે. આ ફિલ્મ વર્લ્ડ કપના વિનર પૂર્વ ભારતીય ક્રિકેટર કપિલ દેવની બાયોપિક છે, જેમાં રણવીર સિંહ કપિલ દેવની ભૂમિકામાં છે. તો દીપિકા તેમની પત્નીના રોલમાં જાેવા મળશે. આ સિવાય રણવીર સિંહ રોહિત શેટ્ટી દિગ્દર્શિત સૂર્યવંશીમાં જાેવા મળશે.