Western Times News

Gujarati News

રણાસણ ખાતે કેન્ડલ માર્ચ રેલીયોજી ન્યાય ની માંગ

પ્રાંતિજ: મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકા ના રણાસણ ગામ ની ગુમ થયેલ પરણિતા ની લાશ કલોલ ના જાસપુર ગામ પાસે આવેલ નર્મદા કેનાલ માંથી મળી આવી હતી તો દિકરી ના પિતા ભાઇઓ તથા ભાભી નો આક્ષેપ કે દિકરી ની હત્યા કરવામાં આવી છે પોલીસ દ્વારા ન્યાયિક તપાસ થાય તેવી માંગ .

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકા ના આજોલ ગામે રહેતા રાવલ સુખદેવભાઇ કચરાભાઈ ની દિકરી અમિતાબેન ના અગિયાર વર્ષ પહેલા મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકા ના રણાસણ ખાતે સમાજ ના રીત રીવાજ મુજબ લગ્ન કરાવ્યા હતા અને તેને એક દિકરો અને એક દિકરી છે તો રણાસણ ની પરણિતા અમિતાબેન શૈલેષભાઈ રાવલ કે જેવો તા.૯|૧૧|૨૦૧૯ અને ૧૦|૧૧|૨૦૧૯ તારીખ ના દિવસે મામા ની દિકરી ના લગ્ન પ્રસંગ માં રણાસણ થી વિજાપુર મુકામે ગયા હતાં

જેમાં બીજા દિવસે ૧૦|૧૧|૨૦૧૯ ના રોજ તેમના સગાસંબંધીઓ ને તથા પિતા-ભાઇ-ભાભીઓને મળી ને વિજાપુર થી રણાસણ ધરે જવા નિકળ્યા હતાં અને ધરે મોડે સુધી પરત ના પહોચતા અમિતા બેન ના પતિ દ્વારા અમિતાબેન ના ભાઇઓને ફોન ઉપર જાણ કરી હતી કે તમારા બહેન હજુ સુધી ધરે કેમ આવ્યા નથી અને પરણિતા ના પતિ અને ભાઇ ઓ દ્વારા શોધખોળ હાથધરી હતી અને વિજાપુર પોલીસ સ્ટેશન માં પણ અમિતાબેન ગુમ થયા ની  જાણ કરી હતી તો પરણિતા અમિતાબેન ગુમ થયા ને ત્રીજા દિવસે કલોલ ના જાસપુર ગામ પાસે આવેલ નર્મદા કેનાલ માંથી લાશ મળી આવી હતી તો સ્થાનિક પોલીસ દ્વારા લાશ ની ઓળખ થઇ ના હતી તો ન્યુઝ પેપર માં અજાણ્યા યુવતીની લાશ મળી આવી હોવાનું તથા તેના પહેરેલા કપડાં કલર સાથે સમાચાર પ્રસારિત થતાં તેનો ભાઇઓ તથા પતિ દ્વારા પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા હતાં અને લાશ ની ઓળખ થઇ હતી

તો અમિતાબેન ના ભાઇ દિપકભાઇ તથા જયેશભાઈ દ્વારા તેમની બહેન ની હત્યા થઈ હોવાનું પોલીસ સમક્ષ રજુઆતો કરવા છતાં પોલીસ સ્ટેશન માં કેશ નોંધવામાં આવ્યો ન હતો ત્યારે ધટના ના પાંચ દિવસ બાદ મોડેમોડે વિજાપુર પોલીસ દ્વારા કેસ નોંધવામાં આવ્યો છે ત્યારે હાલતો આત્મહત્યા કે હત્યા વચ્ચે ઉલજન વચ્ચે કેસ નોંધવામાં આવ્યો છે અને જો વિજાપુર  પોલીસ દ્વારા નિષ્પક્ષ રીતે તપાસ કરવામાં આવશે તો હત્યા કે આત્મહત્યા અને આત્મહત્યા હોય તો તેનું કારણ સહિત સમગ્ર ધટના ઉપર થી પર્દાફાશ થઇ શકે છે

ત્યારે હવે જોવાનું એ રહ્યું કે વિજાપુર પોલીસ દ્વારા નિષ્પક્ષ પણે તપાસ કરવામાં આવશે કે શું અને મૃતક અમિતાબેન કે તેના પિતા-ભાઇઓને ન્યાય મળ શે કે કેમ એ તો આવનારા દિવસોમાં જ ખબર પડશે પણ એક વાત તો ચોક્કસ છે કે કુદરત ને ત્યાં દેર છે પણ અંધેર નથી આરોપીઓ કોઇ પણ હોય પણ પોલીસ ના સંકજામાંથી દુર કયા સુધી ભાગશે ત્યારે હાલતો મૃતક અમિતાબેન ના પિયર પક્ષ માંથી પિતા ભાઇઓ તથા સંગા સબંધી ઓ પોલીસ પાસે તથા સરકાર પાસે ન્યાય ની માંગ કરેલ છે તો તપોધન બ્રાહ્મણ સમાજ ના શ્રી બાવીસ ગામ ના લોકો દ્વારા પણ સમાજ ના ગામે-ગામ વિવિધ ગામોમાં કેન્ડલ માર્ચ રેલીયોજી મૃતક અમિતાબેન ને શ્રધ્ધાંજલી અર્પે છે અને ન્યાય તંત્ર સમક્ષ પારદક્ષિત રીતે તપાસ થાય અને જે કોઇ આરોપીઓ હોય તેવો ને કડકમાં કડક સજા થાય તેવી માંગ પણ ઉઠવા પામી છે .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.