રતનપુર ચેક પોસ્ટથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા બુટલેગરનો નવો કિમીયો
રતનપુર ચેક પોસ્ટ પાસેનો બનાવ -ટ્રકમાં લઈ જવાતા થ્રેસરની અંદર સંતાડેલો દારૂ ઝડપાયો
શામળાજી, શામળાજી પોલીસ સ્ટેશન મોનીટરીંગ સેલમાં એસ.પી.તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થયા બાદ વિદેશી દારૂ ઝડપી બુટલેગરોની ખેપને નિષ્ફળ બનાવવામાં આવી છે.
શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક ટ્રકમાં રહેલા થ્રેસરની અંદરથી ૧૪.૭૦ લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી ટ્રકચાલકને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
શામળાજી પીએસઆઈ ભરત ચૌહાણ અને તેમની ટીમે વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા સઘન પેટ્રોલીંગ અને રાજસ્થાન તરફથી આવતા વાહનોનું રતનપુર ચેકપોસ્ટ નજીક સઘન ચેકીંગ હાથ ધરતાં ટ્રકમાં થ્રેસરની અંદર વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળતા પોલીસે નાકાબંધી કરી બાતમી આધારીત ટ્રક આવતા અટકાવી
તેમાં રહેલા થ્રેસરની અંદર ચેક કરતા પેટીમાં રહેલ વિદેશી દારૂની બોટલ નંગ-૨૯૪૦ કિં.રૂા.૧૪.૭૦ લાખનો દારૂ જપ્ત કરી ટ્રકચાલક હરિયાણા રોહતકના મનબીર હરિઓમ નાઈને ઝડપી વિદેશી દારૂ, ટ્રક અને અન્ય ચીજવસ્તુ મળી કુલ રૂા.૨૨,૭૨,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કરી વિદેશી દારૂની હેરાફેરીમાં સંડાવેયાલ ત્રણ બુટલેગરો સામે ગુનો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.