રતનમહાલ ફોરેસ્ટ રેન્જ ખાતે પર્યાવરણ દિવસની ઉજવણી

(તસ્વીરઃ મઝહરઅલી મકરાણી, દેવગઢબારીઆ) તાલુકા કાનૂની સેવા સમિતી, ધાનપુર દ્વારા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દાહોદના ચેરમેન સાહેબશ્રી કમલ સોજીત્રા તથા ફૂલ ટાઈમ સેક્રેટરી આર.એમ.ઘોરીની સૂચના તથા માર્ગદર્શન હેઠળ કંજેટા (રતનમહાલ ફોરેસ્ટ રેન્જ) ખાતે પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં તાલુકા કાનૂની સેવા સમિતી, ધાનપુરના ચેરમેનશ્રી વી.વાય.ત્રિવેદીની ઉપસ્થિતિમાં તથા આર.એફ.ઓ. જયંતીભાઈ બારીયા અને રતનમહાલ વન વિભાગ સ્ટાફના સહયોગ થી આજરોજ તા.૦૫/૦૬/૨૦૨૨ ના રોજ કંજેટા ખાતે વિશ્વ પર્યાવણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
સૌ પ્રથમ વૃક્ષારોપણ કરીને આ દિવસનો પ્રારંભ કર્યો હતો ત્યારબાદ તાલુકા કાનૂની સેવા સમિતી, ધાનપુરના ચેરમેનશ્રી વી. વાય.ત્રિવેદી દ્વારા પર્યાવરણની હાલની પરિસ્થિતિ અંગે તથા પર્યાવરણના વિકાસમાં સહાયરૂપ પક્ષીઓ અને પશુઓ શું ભાગ ભજવે છે તેની ટૂંકી માહિતી આપવામાં આવી
તથા આર.એફ.ઓ. જયંતીભાઈ બારીયા અને વન તથા વન્ય પ્રાણીઓ વિશેના જાણકાર કાર્તિકભાઈ દ્વારા લોકોને પર્યાવરણ તથા વન્ય પ્રાણીઓનું રક્ષણ કઈ રીતે કરી શકાય તે વિશે માહિતગાર કર્યા હતાં. ત્યારબાદ પર્યાવરણ અને વન્ય પ્રાણીઓ અંગેની ડોક્યુમેન્ટરી ફિલ્મ બતાવવામાં આવી અને અંતમાં વન્ય ઔષધિ વિશેની પુસ્તિકાનું વિતરણ કરી પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી