રતન ટાટાએ જન્મદિન અંગત સચિવે સાથે સાદગીથી ઊજવ્યો
નવી દિલ્હી, દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા કોઈ પરિચયના મોહતાજ નથી. તેઓ પોતાના કામ અને સાદગીને લઈ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. ગત મંગળવારે (૨૮ ડિસેમ્બર) તેમણે જ્યારે પોતાનો ૮૪મો જન્મદિવસ ઉજવ્યો તો તેમાં પણ તેમની સાદગીની ઝલક જાેવા મળી હતી.
બર્થડે સેલિબ્રેશન વખતે તેમની સાથે એક યુવાન પણ હાજર હતો જેની સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જામી છે. લોકોને સવાલ થઈ રહ્યો છે કે, આખરે રતન ટાટાના ખભા પર હાથ રાખનારો આ શખ્સ કોણ છે?
હકીકતે રતન ટાટાનો જન્મદિવસના સિલેબ્રેશનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ટાટા એક ખુરશી પર બેઠા છે અને સામે ટેબલ પર એક નાનકડી કપ કેક છે. દિગ્ગજ ઉદ્યોગપતિએ તે નાનકડી કેક કાપીને જન્મદિવસ ઉજવ્યો હતો. આ દરમિયાન તેમના સાથે એક યુવાન બેસેલો જાેવા મળી રહ્યો છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે, કઈ રીતે તે યુવાન રતન ટાટાની નજીક આવીને ઉભો રહી જાય છે અને તેમના ખભા પર હાથ મુકી દે છે. પછી તે તેમના પાસે જ બેસી જાય છે અને તેમને કેક ખવડાવે છે.
રતન ટાટાની સાથે જાેવા મળી રહેલા તે યુવાનનું નામ શાંતનુ નાયડૂ છે અને તે રતન ટાટાનો અંગત સચિવ છે. રતન ટાટા મુંબઈના રહેવાસી શાંતનુ નાયડૂથી એટલા પ્રભાવિત થયા હતા કે, તેમણે પોતે જ ફોન કરીને શાંતનુને જાેબ ઓફર કરી હતી. શાંતનુ રતન ટાટાનો ‘યુવા મિત્ર’ છે. તે ટાટા ગ્રુપમાં આશરે ૩ વર્ષથી કામ કરી રહ્યો છે. ઉંમરના તફાવત છતાં તેની રતન ટાટા સાથેની બોન્ડિંગ ખૂબ જ સારી છે જે વીડિયોમાં પણ દેખાઈ આવે છે. હાલ શાંતનુ અને ટાટા સાથે મળીને રસ્તા પર દુર્ઘટનાગ્રસ્ત પશુઓની મદદ માટે કામ કરે છે.SSS