Western Times News

Gujarati News

રતન તળાવનો કેટલાક હિસ્સો પુરાણ કરી બિલ્ડરને વેચી મારવાનું ષડયંત્ર

ફરિયાદ નિવારણ માં રતન તળાવ પાછળ સવા કરોડ નો ખર્ચ થયો હોવાનું ભરૂચ નગર પાલિકાના ચીફ ઓફીસર નું કલેકટર સમક્ષ નિવેદન.

ભરૂચ: ભરૂચ ના ઐતિહાસિક રતન તળાવ ને વિકસિત કરવા માટે પાલિકા દ્વારા કરોડો ની ગ્રાન્ટ ની ફાળવણી કરવામાં આવી હોવા છતાં પણ તેનો વિકાસ ન થતા સામાજીક અગ્રણીએ ફરિયાદ નિવારણ માં ફરિયાદ કરી હતી.જે બાદ ફરિયાદ ના હીયરીંગ દરમ્યાન રતન તળાવ પાછળ ૧ કરોડ ૧૯ લાખ ઉપરાંત નો ખર્ચ કરવામાં આવ્યો હોવાના બિલ ભરૂચ નગર પાલિકા ના ચીફ ઓફિસર સંજય સોની દ્વારા નિવેદન આપતાં રતન તળાવ ના બ્યુટીફીકેશન માં ખાયકી થઈ હોવાના આક્ષેપ સાથે રતન તળાવ આજે પણ ગંદકી થી ખદબદતું હોવાનું સામે આવ્યુ છે.


ભરૂચ ના ઐતહાસિક રતન તળાવ ના બ્યુટીફિકેશન માટે સ્થાનિક લોકો એ વારંવાર રજૂઆત કરવા સાથે ઉપવાસ સાથે ઉગ્ર આંદોલન કર્યા બાદ આખરે રતન તળાવ ના બ્યુટીફીકેશન માટે વર્ષ ૨૦૧૫-૧૬ માં ૧ કરોડ ૩૧ લાખ ની ગ્રાન્ટ મંજુર થઈ હતી.જેમાં રતન તળાવ ની ફરતે પ્રોટેક્શન વોલ બનાવી,ફરતે પેવર બ્લોક બેસાડી,વોકિંગ જોન બનાવવો તથા તળાવ ની વચોવચ નયનરમ્ય ફુવારો બનાવવો જેવું અદ્યતન સુવિધા થી સજ્જ કરવા માટે ગ્રાન્ટ ની મંજૂરી મળી હતી.

જો કે ત્રણ વર્ષ વીતવા છતાં ઐતિહાસિક રતન તળાવ આજે પણ ગંદકી થી ખદબદતું રહેતા સરકાર દ્વારા આપવામાં આવેલી ગ્રાન્ટ માંથી કેટલો ખર્ચ થયો છે અને રતન તળાવ નું બ્યુટીફીકેશન થશે કે કેમ તે મુદ્દે સ્થાનિક રહીશ સુરેશભાઈ વસાવા એ ફરિયાદ નિવારણ માં તમામ પુરાવાં સાથે ફરિયાદ કરી હતી.જે ફરિયાદ નું હીયરીંગ ૨૬મી ડીસેમ્બર ના રોજ ભરૂચ જીલ્લા મેજીસ્ટ્રેટ ની સમક્ષ કરવામાં આવ્યું હતું.

જેમાં ભરૂચ નગર પાલિકા ના ચીફ ઓફિસર સંજય સોની એ રતન તળાવના બ્યુટીફીકેશન માટે ૨૦૧૧ થી ૨૦૧૯ સુધી માં ૧ કરોડ અને ૧૯ લાખ રૂપિયા નો ખર્ચ કરવામાં આવ્યા હોવાના બીલ તેઓ પાસે હોવાનું નિવેદન રજુ કરતાં સમગ્ર રતન તળાવ ના બ્યુટીફીકેશન માં ખાયકી થઈ હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.કારણકે સ્વ કરોડ રૂપિયા ના ખર્ચ બાદ પણ ઐતિહાસિક રતન તળાવ ગંદકી થી ખદબડતું જોવા મળી રહ્યું છે.જેના કારણે સમગ્ર રતન તળાવ ના બ્યુટીફીકેશન માં થયેલા ખર્ચ ના બીલો બોગસ મુકવામાં પણ આવ્યા હોવાના આક્ષેપો આરટીઆઈ એક્ટીંવિંગ ના ધવલ કનોજિયા એ કર્યા હતા.

ભરૂચ ના ઐતહાસિક રતન તળાવ પાછળ સવા કરોડ ના ખર્ચ બાદ પણ ગંદકી થી ખદબદતું રહેતા આ બાબતે ફરિયાદ નિવારણ માં ફરિયાદ કરનાર સુરેશભાઈ વસાવા ને પાલિકા તરફ થી મળેલ લેટર માં જણાવ્યું હતું કે વર્ષ ભરૂચ નગર પાલિકા એ કન્સલ્ટન્સી ની નિમણુંક કરેલ છે અને કન્સલ્ટન્સી દ્વારા ડીપીઆર રિપોર્ટ તૈયાર કરવાની કામગીરી ચાલુ છે.આ પ્રોજેક્ટ અંતગર્ત અંદાજીત ૧૦ કરોડ જેટલો ખર્ચ થનાર છે.પ્રાથમિક તબક્કે નગર પાલિકા દ્વારા ૨૦૧૯-૨૦૨૦ વર્ષના બજેટ માં ૨ કરોડ પણ મંજુર કર્યા છે.જે ડીપીઆર રજુ થયે તળાવને અદ્યતન કરવા માટે ની બાકી રહેટી તમામ કામગીરી તબક્કા વાર કરવામાં આવશે.

રતન તળાવ નો કેટલોક હિસ્સો બિલ્ડર ને પધરાવી દેવાનુ ષડયંત્ર : કેતન ઈંટવાલા ભરૂચ નું ઐતહાસિક રતન તળાવ નો કેટલોક હિસ્સો નકશા માંથી નાબૂદ કરી ઐતિહાસિક રતન તળાવ નો કેટલોક હિસ્સો હજારો ટન માટી વડે પુરાણ કરી રતન તળાવ નો કેટલોક ભાગ બિલ્ડરો ને પધરાવી દેવાનું ષડયંત્ર ચાલતું હોવાનું સ્થાનિક કેતન ઈંટવાલા એ જણાવ્યું હતું.જો કે

કોઈપણ જળસ્રોત નું પુરાણ કરી શકાતું નથી પરંતુ ભ્રષ્ટાચારી પદાધિકારીઓ અને અધિકારીઓ ના મેળાપીપણા માં પાંચસો વર્ષ પુરાણ ઐતિહાસિક રતન તળાવ નું પુરાણ કરી બિલ્ડરો ને પધરાવી દેવાના ષડયંત્ર સામે કેતન ઈંટવાલા ન્યાયાલય ના દ્વારે પણ જવાની પણ કાર્યવાહી કરી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.