રતમ-ગમત શૈક્ષણિક પ્રકલ્પોનું નીતિન પટેલના હસ્તે ખાતમુર્હૂત
અમદાવાદ, મહેસાણા જિલ્લાના કડી સ્પોર્ટસ સ્કુલના મલ્ટી પર્પઝ ઇન્ડોર હોલના ખાતમુર્હુત પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં રમતગમત ક્ષેત્રે સુવિધાયુક્ત માળખાગત વ્યવસ્થાઓ ઉભી કરાઇ છે.ગુજરાતના રમતવીરોને રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય કક્ષાએ સ્થાન મળે તે દિશામાં સરકાર દ્વારા કામ થઇ રહ્યું છે. નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જણાવ્યું હુતું કે રમતગમતમાં નિપુણ વિધાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે સરકાર દ્વારા યોગ્ય સુવિધાઓ ઉભી કરાઇ છે. ખેલાડીઓને યોગ્ય માર્ગદર્શન સાથે આંતરરાષ્ટ્રીય કક્ષાની તાલીમ મળવી જ જોઈએ જે દિશામાં સરકાર હમેશાં પ્રત્નશીલ રહી છે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જણાવ્યું કે ફીટ રહેવા માટે રમતને જીવનનો હિસ્સો બનાવવો જોઇએ.યુવાનો રમત ગમતથી પ્રોત્સાહિત થાય તે જરૂરી છે.
તેમણે ઉમેર્યું હતું કે મહેસાણા જિલ્લામાં મહેસાણા,કડી અને વડનગર ખાતે આ પ્રકારના સ્પોર્ટસ સંકુલ નિર્માણ પામી રહ્યા છે જેનો લાભ જિલ્લાના રમતવીરોને મળનાર છે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ આદર્શ હાઇસ્કલ સંસ્થાના પ્રમુખ તરીકે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો નો સંસ્થામાં મલ્ટી પર્પઝ હોલની મંજુરી અને નિર્માણ માટે આભાર વ્યક્ત કર્યો હતો.
મહેસાણા જિલ્લાના કડી ખાતે નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલના હસ્તે રૂ.૫૭૦ લાખના ખર્ચે નિર્માણ થનાર મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલનું ખાતમુર્હુત કરાયું હતુ.આ ઇન્ડોર હોલ વિવિધ સુવિધાથી સજ્જ હશે.જેમાં ૨૨૯૫ ચોરસમીટરના ગ્રાઉન્ડ ફ્લોરમાં જિમ્નાસ્ટીક બેડમિન્ટન-૦૨,ટેબલ ટેનિસ-૦૪,કોન્ફરન્સ રૂમ,વેઇટીંગ રૂમ,સ્ટાફરૂમ,રેકર્ડરૂમ,કોચ ઓફિસ.મેલ અને ફીમેલ ટોઇલેટ બ્લોક,ચેન્જીંગ રૂમ તથા સ્ટોર રૂમ અને ૪૨૧ ચોરસ મીટરના મેઝનીન ફ્લોરમાં જીમ,મલ્ટીપર્પઝ હોલ,વી.આઇ.પી સીટીંગ એરીયા સહિતનો સમાવેશ કરાયો છે. અત્રે ઉલ્લેખનીય છેકે જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ યોજના ૨૦૧૪-૧૫માં અમલી થયેલ છે.રાજ્યમાં વિવિધ સ્થળોએ ૩૯ જેટલા સ્પોર્ટસ સ્કુલ હાલમાં કાર્યરત છે.મહેસાણા જિલ્લામાં પણ મહેસાણા,કડી અને વડનગર ખાતે સ્પોર્ટસ સ્કુલ શરૂ થઇ રહ્યા છે.
નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલના હસ્તે કડી પી.એમ.જી ઠાકર આદર્શ હાઇસ્કુલ કડી ખાતે અમૃત વિધા સંકુલ દ્વારા સંચાલિત શ્રીમતી સીતાબેન અમૃતભાઇ પટેલ કન્યા છાત્રાલય અને કોમલ ગૌરવ પટેલ આદર્શ અંગ્રેજી માધ્યમ શાળા તેમજ શ્રીમતી લીલાબેન બળદેવભાઇ પટેલ સ્માર્ટ સ્કુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.SSS