રત્નકલાકાર વિકાસ સંઘના પ્રમુખનો મૃતદેહ મળ્યો
સુરત: શહેરમાં એક ચોંકવાનારી ઘટના સામે આવી છે. છેલ્લા ઘણા સમયથી સુરતમાં રત્નકલાકારો માટે લડી રહેલા સુરત રત્નકલાકાર વિકાસ સંઘના પ્રમુખનો મૃતદેહ મળ્યો છે. કામરેજ જિલ્લાની તાપી નદીમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે રત્નકલાકાર વિકાસ સંઘના પ્રમુખ જયસુખ ગજેરા છેલ્લા ઘણા દિવસોથી સુરતના રત્નકલાકારો માટે લડી રહ્યા હતા. તેઓની હત્યા કરવામાં આવી છે કે પછી તેઓએ આપઘાત કરી લીધો છે તે બાબતે રહસ્ય ઘેરાયું છે.
Click on logo to read epaper English | Click on logo to read epaper Gujrati |
મળતી માહિતી પ્રમાણે જયસુખ ભાઈએ રાત્રે ચેમ્બર્સ ઑફ કોમર્સના પ્રમુખ સાથે વાતચીત કરીને પ્રમુખ પદેથી રાજીનામું ધરી દેવાની વાત કરી હતી. તેઓએ કામરેજની તાપી નદીમાં જંપલાવી દીધું હતું. રાત્રે તેઓનો ફોન પર સંપર્ક ન થઈ શકતા પરિવારના લોકોએ તેમની શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન તેમનું બાઈક કામરેજના કઠોર બ્રિજ પાસેથી મળી આવ્યું હતું. જે બાદમાં નદીમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. જયસુખ ગજેરા સુરતના રત્નકલાકારો માટે લડતા રહ્યા છે. રત્નકલાકારોમાં કોરોના વકરતા તેઓેએ મુખ્યમંત્રી રૂપાણીને પત્ર પણ લખ્યો હતો. આ ઉપરાંત સરકાર તરફથી સુરતમાં કોરોના વિસ્ફોટ મામલે રત્નકલાકારોને જવાબદાર ઠેરવવામાં આવતા તેઓએ આ વાતનો વિરોધ પણ કર્યો હતો. તેઓએ કહ્યુ હતુ કે સરકારે રત્નકલાકારોને બદનામ કરવા માટે ષડયંત્ર ઘડ્યું છે.