Western Times News

Gujarati News

રથયાત્રાના આખા રુટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત

અમદાવાદ, કેબિનેટ બેઠક અને કોરોના અંગેની કોર કમિટીની બેઠકમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને વિસ્તૃત ચર્ચા થઇ ગઇ છે, પરંતુ એની જાહેરાત થઈ નથી. પરંતુ બીજી તરફ, ભગવાન જગન્નાથની ૧૪૪ મી રથયાત્રાને લઈને મંદિરમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મંદિર પરિસરમાં પોલીસનો કાફલો ઉતારી દેવામાં આવ્યો છે.

સાથે જ બેરીકેટ પણ લગાવવામાં આવ્યા છે. આજે રથયાત્રા પૂર્વે જમાલપુર મંદિરમાં આજે ભગવાનનું મામેરું ભક્તો દર્શન માટે મૂકવામાં આવશે. મામેરામાં ભગવાનને અલગ અલગ યજમાન તરફથી અપાતા ૬ જાેડી વાઘા અને પાઘ સહિત ઘરેણા આપવામાં આવશે. જેના દર્શન ભક્તો કરી શકશે. રથયાત્રા પહેલાની વિધિઓ શરૂ થઈ ગઈ છે.

રથયાત્રાને લઈ તડામાર તૈયારી આરંભી દેવાઈ છે. આજે નિજ મંદિરમાં મામેરાના દર્શન કરી શકાશે. જેમાં દરેક વિધિના યજમાનો પણ ઉપસ્થિત રહેશે. ભક્તો પણ મામેરાના દર્શન કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવાઈ છે. આજની તમામ વિધિ કોરોનાની ગાઈડલાઈન મુજબ કરાશે.

રથયાત્રા આડે હવે માંડ ૪ દિવસ બાકી છે, ત્યારે બુધવારથી જ રથયાત્રાના આખા રૂટ પર પોલીસ-સુરક્ષાકર્મીનો બંદોબસ્ત ગોઠવાયો છે. નગરના નાથથી રથયાત્રાને લઈ મંદિર બહાર મોટા બેનર લગાવવામાં આવ્યા છે. જેમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન થાય સાથે જ દર્શન કરવા આવનાર ભક્તો સામાજિક અંતર જાળવે, માસ્ક પહેર તે અંગેના બેનરો પણ લગાવવામાં આવ્યા છે.

રથયાત્રાના રૂટમાં આવતાં પોલીસ સ્ટેશન સિવાયનાં તમામ પોલીસ સ્ટેશનોમાંથી પીઆઈ અને ૫૦થી ૭૦ પોલીસકર્મીઓને રથયાત્રાના રૂટ પર બંદોબસ્ત માટે બોલાવાયા છે. બહારથી આવનારા પોલીસકર્મચારીઓ પણ આજે આવી પહોંચશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.