Western Times News

Gujarati News

રથયાત્રા પૂર્વની ચંદન યાત્રામાં ભક્તો જાેડાઇ નહીં શકે

Files Photo

૧૪ મેના રોજ અખાત્રીજ આવે છે અને તે દિવસે જગન્નાથ મંદિરમાં ચંદન યાત્રા નિર્ધારિત કરવામાં આવે છે

અમદાવાદ: કોરોનાનો કહેરે આખા રાજ્યમાં હાહાકાર મચાવી દીધો છે. ત્યારે ધાર્મિક પ્રસંગોમાં લોકોની ઓછામાં ઓછી હાજરી હોય તેવું આયોજન કરવામાં આવે છે. ત્યારે ગત જગન્નાથની રથયાત્રા શહેરમાં શાંતિપૂર્વક જ નીકળી હતી. તો આ વખતે ૧૪૪મી રથયાત્રા હશે. તે પહેલા જે ચંદન યાત્રાનું આયોજન કરવામાં આવે છે તેમાં પણ ભક્તો જાેડાઇ નહીં શકે. આ યાત્રા ૧૪મી મેનાં રોજ યોજાવવાની છે. આ વખતની રથયાત્રા પૂર્વેના કાર્યક્રમો, વિધિમાં મોટી સંખ્યામાં લોકો જાેડાઈ નહિ શકે. ચંદન યાત્રા પણ માત્ર મંદિરના મહંત, ટ્રસ્ટીની હાજરીમાં યોજાશે.

શહેરમાં આ વર્ષે યોજાવવાની રથયાત્રા અંગે હાલ હજી સુધી કોઈ ર્નિણય લેવાયો નથી. પરંતુ ૧૪ મેના રોજ અખાત્રીજ આવે છે અને તે દિવસે જગન્નાથ મંદિરમાં ચંદન યાત્રા નિર્ધારિત કરવામાં આવે છે, જેને રથયાત્રાની પુર્વ તૈયારી માનવામાં આવે છે. ચંદનયાત્રામાં ભગવાનના રથોનું પૂજન કરવામાં આવે છે. રથની મરામત હાથ ધરવામાં આવે છે. ગયા વર્ષે પણ કોરોના સંક્રમણના કેસો વધુ હોવાથી ચંદનયાત્રા સાદાઇથી યોજવામાં આવી હતી. આ વખતે પણ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટી મહેન્દ્રભાઇ સહિત ચાર થી પાંચ લોકોની હાજરીમાં રથનું પૂજન કરવામાં આવશે.

આ વિધિમાં ભક્તો જાેડાઇ શકશે નહીં. નોંધનીય છે કે, ગત વર્ષે કોરોના સંક્રમણના કારણે રથયાત્રા નગરજનોની ઉપસ્થિતિમાં નીકળી શકી ન હતી. અત્યંત સાદાઈથી ઊજવાયેલી રથયાત્રામાં ભજન મંડળી, ટ્રક, અખાડા અને ઝાંખી જાેવા મળી ન હતી. માત્ર ત્રણ ટ્રક જ યાત્રામાં જાેડાયા હતા. જળયાત્રામાં પણ માત્ર પૂજારી અને ટ્રસ્ટીઓ જ જાેડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.