રન્નાપાર્કથી પ્રભાત ચોક જવાના માર્ગે થયેલ ખોદકામ ક્યારે પૂરૂ થશે?
અંકુરથી પ્રભાતચોક સુધી ટ્રાફિક જામના દ્રષ્યો
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, કોઈપણ ડીપાર્ટમેન્ટ પ્રજાલક્ષી કામગીરી કરી શકે છે પરંતુુ આ કામ મંથરગતિએ ચાલતુ હોય તો પ્રજાને ભારે હાડમારીનો સામનો કરવો પડે છે. તેમાંય રસ્તાનું ખોદકામ થાય અને તેને ઝડપથી આટોપી ન લેવાય તો અનેક પ્રશ્નો સર્જાતા હોય છે.
રન્નાપાર્કથી પ્રભાત ચોક તરફ જવાના માર્ગે ખોદકામ કરાયુ છે. પરંતુ ઘણા સમયથી તે કામ પૂર્ણ થતુ નહીં હોવાથી ટ્રાફિકજામના દ્રષ્યો સર્જાય છે. એકતો રસ્તો સાંકડો અને ટ્રાફીકનું ભારણ. પરિણામે સાંજના સમયે તો ત્યાંથી નીકળવુ મુશ્કેલ થઈ પડે છે. વાહનચાલકો આડેધડ વાહન ચલાવે છે. તેની તસ્વીરો શાસ્ત્રીનગર ખાંઉગલી પાસે જાેવા મળે છે. બધી બાજુએથી વાહનો એવા આવીને ઉભા થઈ જાય છે કે રસ્તો જામ થાય છે.
અહીંયા ગલીમાં ખાણીપીણી બજાર આવેલુ છે. તેને કારણે નાસ્તા- પાણી માટે આવતા લોકો આડેધડ પોતાના વાહનો પાર્ક કરે છે. એક તરફ દુકાનો છે તેની નીચેની તરફેણમાં લારી જે તે દુકાનોવાળા દ્વારા ગોઠવી દેવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક વિભાગને આ દ્રષ્યો કેમ દેખાતા નહીં હોય??
ધંધો-વ્યવસાય કરવાની દરેકને છૂટ છે પણ ટ્રાફિકની વ્યવસ્થા ત્યાંના દુકાનદારોએ માણસો રાખીને કમસે કમ સંભાળવી જાેઈએ. અંકુર રોડ પર તો વર્ષોથી આ સમસ્યા છે જ. ખાવાપીવા આવતા નાગરીકો રસ્તા પર વાહનો પાર્ક કરી દઈને નાસ્તા-પાણી કરે છે.
પરંતુ અહીંયા દુકાનદારોએ અક કામગીરી સારી કરી છે કે વાહનો ક્રમબધ્ધ ગોઠવાય એ માટે ચોકીદાર (માણસ) રાખેલા છેે તેમ છતાં ઘણી વખત તો ખાવા પીવા આવતા લોકો તેને પણ ગાંઠતા જ નથી. અંકુરનો રસ્તો પહોળો છે તેથી લોકો પોતાના વાહનો સારી રીતે લોકો પાર્ક કરે તો આવતા-જતા લોકોને અગવડ થોડી ઓછી પડી શકે છે. પણ જ્યાં સુધી ‘સ્વયં શિસ્ત’ની ભાવના નહીં આવે ત્યાં સુધી બધુ નકામુ છે.