Western Times News

Gujarati News

રન-વે, રડારને સચોટ રીતે ટાર્ગેટ કરતા નવા સ્માર્ટ બોમ્બનુ સફળ પરિક્ષણ

નવી દિલ્હી, ભારત માટે નવા શસ્ત્રોનુ નિર્માણ કરતા ડીઆરડીઓ(ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન) દ્વારા વધુ એક અત્યાધુનિક હથિયાર બનાવવામાં આવ્યુ છે.

ડીઆરડીઓએ સ્માર્ટ એન્ટી એરફિલ્ડ વેપન વિકસવા્યુ છે.જેનુ ઓરિસ્સા તટથી થોડે દુર સફળ પરિક્ષણ કરવામાં આવ્યુ છે.આ માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા બનાવાયેલા હોક-1 વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.સ્માર્ટ એન્ટી એરફિલ્ડ વેપનનુ આ નવમુ પરીક્ષણ હતુ.આજના પરીક્ષણમાં હથિયાર તમામ ધારધોરણો પર ખરુ ઉતર્યુ હતુ.આ બોમ્બનુ વજન 125 કિલો છે અને તે કોઈ પણ જગ્યાએ રડાર, રનવે જેવા લક્ષ્યાંકોને 100 કિલોમીટર દુરથી નિશાન બનાવી શકે છે.

સ્માર્ટ વેપન પ્રોજેક્ટને 2013માં સરકારે મંજુરી આપી હતી.આ બોમ્બનુ પહેલુ પરિક્ષણ 2016માં કરાયુ હતુ.એ પછી તેના એક પછી એક આઠ પરિક્ષણ આ પહેલા કરી ચુકાયા હતા.આજે તેનો નવમો ટેસ્ટ કરાયો હતો.રનવે ને નિશાન બનાવતા સ્માર્ટ બોમ્બ ખરીદવા માટે ભારતીય વાયુસેના અને નૌસેના મંજૂરી આપી ચુક્યા છે. આ પહેલા બોમ્બનો ટેસ્ટ જગુઆર લડાકુ વિમાન થકી પણ કરવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.