Western Times News

Gujarati News

રપ હજારથી વધુ પોલીસ અને ૪૪ SRPની કંપનીઓ મતદાનના દિવસે ફરજ પર

પ્રતિકાત્મક

ર૮૭ પોલીસ મોબાઈલ અને ૧૩૬ ક્વીક રીસ્પોન્સ ટીમ પણ તૈયાર

(પ્રતિનિધિ) અમદાવાદ, આવતીકાલે રાજયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે આ ચુંટણીઓને લઈને રાજય પોલીસે પણ પોતાની તૈયારીઓ આરંભી દીધી છે અને રાજય પોલીસનું ૮૦ ટકા મહેકમ આ ચુંટણીમાં તૈનાત રહેશે. ઉપરાંત ૪૪ એસઆરપીની કંપનીઓ તથા હોમગાર્ડ અને જીઆરડી જવાનો પણ પોતાની ફરજ બજાવશે.

આવતીકાલે રાજયની છ મહાનગર પાલિકાની સામાન્ય ચુંટણી તથા જૂનાગઢ મહાનગર પાલિકાની ર બેઠકોની પેટાચૂંટણી ઉપરાંત ર૮ ફેબ્રુઆરીએ ૮૧ નગરપાલીકા, ૩૧ જીલ્લા પંચાયતો અને ર૩૧ તાલુકા પંચાયતોની ચૂંટણીઓ યોજાવાની છે જેને લઈને રાજય પોલીસે પોતાની તૈયારીઓ શરૂ કરી છે.

ચૂંટણીના બંને દિવસો રાજયના કુલ ૩૪૧૧ મતદાન મથકોના ૧૧,૧પ૪ બુથો પર રપ હજાર પોલીસ ફોર્સ, તથા ૪૪ એસઆરપીની કંપનીઓ હાજર રહેશે. જેમાં ૧પ૦૦ અધિકારી, ર૧૦૦૦ પોલીસ કોન્સટેબ્યુલરી સ્ટાફ તથા ૧પ,પ૦૦ જેટલા હોમગાર્ડ અને જીઆરડીના જવાનો ફરજ બજાવશે.

ઉપરાંત મતદાનના દિવસે પોલીસ અધિકારીઓ પોલીસ વાહનો અને સ્ટ્રાઈકીંગ ફોર્સ સાથે સતત પેટ્રોલિંગમાં રહેશે જેમાં ર૮૭ સેકટર પોલીસ મોબાઈલ અને ૧૩૬ કવીક રીસ્પોન્સ ટીમનો સમાવેશ કરાયો છે. જયારે ચૂંટણીની પૂર્ણાહુતિ બાદ ઈવીએમ સ્ટ્રોંગ રૂમની સુરક્ષા એસઆરપીએફ ના જવાનો કરશે. મતદાનના દિવસે કોવિડની ગાઈડલાઈનના પાલન સાથે તમામ પોલીસ એકમો સ્ટેન્ડ ટુ રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.