રફ હીરા સાથે સંકળાયેલી પેઢી ૪૫ કરોડમાં કાચી પડી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/08/diamond-1-1024x768.jpg)
પ્રતિકાત્મક
સુરત: સુરતમાં કોરોના મહામારી વચ્ચે અનેક હીરા પેઠ કાચી પડી અથવા હીરા વેપારી દ્વારા નાદારી નોંધાવી ઉઠમણું કરતા અનેક વેપારીના રૂપિયા ફસાતા વેપારી સાથે હીરા બજારમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યુ છે. ત્યારે ગતરોજ ૪૫ કરોડમાં સુરતના કતારગામ વિસ્તારની એક પેઠી કાચી પડતા સુરતના હીરા બજારમાં કેટલાક વેપારીના રૂપિયા સલવાત હાહાકાર મચી જવા પામ્યો હતો.
સુરતના કતારગામમાં યુનિટ ધરાવતી એક ડાયમંડ પેઢી કાચી પડી છે. સુરતના કતારગામમાં પેઢી ધરાવનાર અને રફ હીરાની ખરીદ-વેચાણના વેપાર સાથે મોટા પ્રમાણમાં સંકળાયેલી પેઢીના સંચાલકોનું આગળથી પેમેન્ટ નહીં આવતાં ઉઠમણાંની વાત વાયુ વેગે પ્રસરી છે.
જેમાં ૭૦ ટકા જેટલું પેમેન્ટ દુબઈ અને બેલ્જિયમના ગુજરાતી વેપારીઓનું હોવાનું પણ સામે આવ્યું છે. અંદાજે રૂ.૪૫ કરોડમા કાચી પડેલી આ પેઢી દ્વારા લોકલ વેપારીઓને માલ તેમજ પેમેન્ટના સ્વરૂપે અન્ય વસ્તુઓની ચૂકવણી થઈ ચૂકી છે. કોરોનાના કારણે બહારગામથી આાવતું વેપારીઓનું પેમેન્ટ ડિલે થઈ રહ્યું છે . ૯૦ દિવસની પેમેન્ટ સાયકલ ૧૨૦થી ૧૮૦ દિવસ સુધી પહોંચી છે. જેના કારણે મોટી કંપનીઓને આર્થિક ખેંચ પડી રહી છે. જોકે, કોરોના મહામારી વચ્ચે હીરા ઉધોગ બરાબર નથી ચાલતો અને આજ રીતે અનેક વેપારી ઉઠમણું કરી ચૂકયા છે
ત્યારે આર્થિક નુકસાનને લઈને સુરતના હીરા બજારમાં વેપારીઓમાં ચિંતા છે. કારણકે કોરોના મહામારી છે અને અનેક વેપારી ઉઠમણું કર્યુ છે. ત્યારે વધુ એક વેપારી ના ઉઠમણાને લઇને આ ઉધોગ માં વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આવી પરિસ્થિતિમાં વેપારી પોતાનો વેપાર કઇ રીતે કરે તે મોટો પ્રશ્ન છે. કારણકે, સતત ઉઠમણાના સમાચારો વચ્ચે વેપારીઓ ચિંતામાં ગરકાવ થઇ ગયા છે. જોકે, કોરોનાકાળ દરમિયાન અંદાજિત ૨૦૦ કરોડ રૂપિયા કરતા વધુના ઉઠમણાં અને ૧૦૦ કરોડ કરતા વધુની છેતરપિંડી સામે આવતા સુરત ડાયમંડ ઉધોગમાં હાહાકાર મચી જવા પામ્યો છે.