Western Times News

Gujarati News

રબારી કોલોની આગળ વાહનચાલકોને પરેશાન કરતા લુખ્ખાઓનો ટ્રાફિક પોલીસ પર હુમલો

વાડજની ઘટના તાજી જ છે ત્યાં વધુ એક ઘટનાઃ ઈજાગ્રસ્ત પોલીસે એકને પકડી રાખ્યોઃબીજા ફરાર

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : શહેરના વાડજ વિસ્તારમાં થોડા દિવસ અગાઉ કેટલાંક લુખ્ખા તત્વો  દ્વારા રાહદારીઓને રોકીને તેમની ઉપર તલવારો તથા અન્ય હિંસક હથિયારો વડે હુમલા કરવાનો વિડીયો વાઈરલ થયો હતો. જેના પગલે વાડજ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને વિડીયોમાં દેખાતા તમામ આરોપીન ઝડપી લીધા હતા. જા કે હવે આવો જ એક વધુ બનાવ રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે.

જેમાં આવતા જતાં વાહનોને લાતો મારી રાહદારીઓ પર હુમલો કરતા બે શખ્સોને ટ્રાફિક જવાન સમજાવવા જતાં બંન્ને લુખ્ખા તત્ત્વો એ ઓન ડયુટી ટ્રાફિક પોલીસ ઉપર હુમલો કરી દેતા સમગ્ર પોલીસ તંત્ર હરકતમાં આવ્યુ હતુ. અને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
રબારી કોલોની ચાર રસ્તા પાસે જીન્દુસિંહ માનસિંહ ઝાલા ટ્રાફિક પોઈન્ટ પર ફરજ પર હાજર હતા.

આશરે સાંજના સાડા છ વાગ્યાના સુમારે બે લુખ્ખા તત્ત્વો  ચારરસ્તા આગળ આવતા જતા વાહનોને રોકીને તેને લાતો મારતા હતા અને રાહદારીઓને ગાળો બોલતા હતા. જેના પગલે ટ્રાફિકમાં પણ અડચણો ઉભી થતાં કોન્સ્ટેબલ જીન્દ્રાસિ/હ બંન્ને શખ્સોને સમજાવવા ગયા હતા. જા કે બંન્ને શખ્સોએ જીન્દાસિંહ સાથે ગાળાગાળી કરી તેમની ફેંટ પકડીને ગડદાપાટુનો માર માર્યો હતો. બાદમાં લોકોના ટોળા એકત્ર થતાં બંન્ને ઈસમો ભાગવા લાગ્યા હતા.

પરંતુ ઈજાગ્રસ્ત હોવા છતાં જીન્દુસિંહે એક આરોપીને પકડી રાખ્યો હતો. દરમ્યાનમાં ટ્રાફિક નિયમન કરતા અન્ય જવાનો પણ આવી પહોંચતા અતુલ જીવણભાઈ વાઘેલા (રહે.શિતલનગર, અમરાઈવાડી) ને પોલીસને સોંપ્યો હતો. પોલીસે અતુલ વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તેના અન્ય સાગરીત મહિલો ઠાકોર (રહે.ખોડીયાર માતાના મંદિર પાસે, વસ્ત્રાપુર  ગામ) ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.

ટ્રાફિક પોલીસ જવાન પર હુમલો કરવાની ગંભીર ઘટનાને ધ્યાનમાં આવતા ઉચ્ચ અધિકારીઓ પણ આવી ઘટના પ્રત્યે ધ્યાન આવ્યુ છે. અને જાહેરમાં રાહદારીઓ તથા અન્યોને પરેશાન કરતા અસામાજીક તત્ત્વો  વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સુચનાઓ આપી છે.
ઉલ્લેખનીય છે કે જાહેરમાં જ આવી ઘટનાઓ વારંવાર સામે આવતા નાગરીકો પણ પોલીસની કામગીરી ઉપર શંકા કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.