રબારી કોલોની નજીક શાળાએ જતી બે સગીરા પર હિંસક હુમલો કરી અજાણ્યો શખ્સ ફરાર
વાલીઓ ચોંકી ગયાઃ વિદ્યાર્થીનીઓ ગંભીર રીતે ઘાયલઃ અમરાઈવાડી પોલીસ તપાસમાં
અમદાવાદ: અમદાવાદ શહેરમાં મહિલાઓ તથા યુવતીઓ ઉપરાંત નાની બાળકીઓ સાથે છેડતીની ઘટના બનતી અવારનવાર સામે આવે છે. પરંતુ અમરાઈવાડીમાં આવેલી એક શાળાની બે વિદ્યાર્થીનીઓ ઉપર કોઈ અજાણ્યા શખ્સે ધારદાર વસ્તુ વડે હુમલો કરતાં બંનેને ગંભીર ઇજાઓ થઈ હતી. સગીર વિદ્યાર્થીઓ શાળામાં ગયા બાદ તેમને અસહ્ય દુઃખાવો થતાં શિક્ષકને જાણ કરી હતી. બાદમાં આચાર્યએ પોલીસ તથા ૧૦૮નો સંપર્ક કરતાં સમગ્ર ઘટનાં બહાર આવતાં અન્ય વાલીઓ પણ ગભરાઈ ગયાં છે.
અમરાઈવાડી હિંદી શાળા નં.૧નાં ધોરણ-૭માં અભ્યાસ કરતી પલ્લવી ભગવાનલાલ તૈલી નામની વિદ્યાર્થીની ગઇકાલે સવારે સાતેક વાગ્યે શાવાએ જવા નીકળી હતી. તે રબારી કોલોની ગેટ નં.-૪ નજીકથી પસાર થતી હતી. ત્યારે આશરે ૩૫ વર્ષનાં અજાણ્યા શખ્સે તેનાં હાથમાં રહેલું અણીદાર શસ્ત્ર પલ્લવીને સાથળમાં મારી દીધું હતું. અને ત્યાંથી ભાગી ગયો હતો. ગભરાઈ ગયેલી પલ્લવી શાળામાં જઈ સુનમુન બેસી ગઈ હતી.
જા કે બાદમાં અસહ્ય દુખાવો થતાં તેણે શિક્ષકને આ અંગે જણાવ્યું હતું. બીજી તરફ પુનમ દેવરાજભાઈ ખટીક નામની અન્ય એક બાળકીએ પણ રબારી કોલોની ગેટ નં.૩ પાસે એ જ શખ્સે પોતાનાં પણ પેટમાં અણીદાર વસ્તુ મારી હોવાની ફરીયાદ કરી હતી. જેથી અન્ય વિદ્યાર્થીઓ પણ ગભરાઈ ગયા હતાં. બંને વિદ્યાર્થીનીઓને થયેલી ગંભીર ઇજા જાઈ શાળાનાં આચાર્યએ તુરંત ૧૦૮ તથા પોલીસને જાણ કરી હતી. ૧૦૮ આવતાં જ બંને બાળકીઓને એલ.જી. હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જ્યારે પલ્લવીની માતાએ આ અંગે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ પાલીસ ફરીયાદ કરી હતી.
સગીરાઓ પર હુમલો થતાં ચોંકેલી પોલીસ પણ તાબડતોબ રબારી કોલોની પહોંચી હતી અને બંને બાળકીઓએ જણાવ્યા અનુસારનાં શખ્સને શોધવા પ્રયત્નો હાથ ધર્યા હતાં. શાળાની વિદ્યાર્થીનીઓ પર થયેલાં હુમલાની વાત સાંભળી અન્ય વાલીઓ પણ શાળામાં દોડી આવ્યા હતાં અને પોતાનાં બાળકોની સંભાળ લીધી હતી. ઉપરાંત રોષે ભરાયેલાં વાલીઓએ હુમલાખોર શખ્સને ઝડપી લેવા માંગ કરી હતી.
શાળા-કોલેજાની બહાર રોમિયોગીરી કરતાં આવારાં શખ્સોને ઝડપી લેવા માટે પોલીસતંત્ર દ્વારા ખાસ સી ટીમ બનાવવામાં આવી છે અને તેના મારફતે શહેરનાં જુદાં જુદાં વિસ્તારોમાંથી શાળાએ જતી વિદ્યાર્થીનીઓની મશ્કરી કરતાં શખ્સોને ઝડપી લેવામાં આવી રહ્યાં છે. જાકે અમરાઈવાડી સહિતનાં વિસ્તારોમાં સગીરાઓની છેડતીનાં બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે અને આ ઘટનાને ગંભીર ગણી પોલીસ અધિકારીઓ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત ઇજાગ્રસ્ત સગીરાઓની પણ પૂછપરછ શરૂ કરાઈ છે.