રબારી સમાજના પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં ૩૧ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા
ડીસાના સમશેરપુરા ખાતે રબારી સમાજને કુરીવાજાેને તિલાંજલિ આપી શિક્ષણ તરફ આગળ વધવા હાકલ
ડીસા, ૨૧મી સદીમાં દેશભરમાં શિક્ષણનો મહિમા વધી રહ્યો છએ ત્યારે રૂઢિચુસ્ત રબારી સમાજએ પણ સામાજીક કુરિવાજાેે બાજુ પર મૂકીને દિકરા દીકરીઓને શિક્ષણ તરફ આગળ વધવા માટે રવિવારે ડિસાના સમશેરપુરા ખાતે યોજાયેલા રબારી સમાજના પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં સંતો-મહંતો સહિત આગેવાનોએ હાકલ કરી હતી.
રબારી સમાજમાં લગ્ન પાછળ થતાં મસમોટા ખર્ચાઓ પર કાપ મુકવા તેમજ રૂઢિચુસ્ત સમાજ કુરીવાજાેને ભૂલી સમૂહ લગ્નમાં જાેડાય તે માટે રબારી સમાજના આગેવાન, શ્રી એમ.એમ.દેસાઈ શૈક્ષણિક સંકુલના ૧૦ વિદ્યા જમીનના ભૂમિ દાતા, સમૂહ લગ્નમાં માવજીભાઈ દેસાઈએ પોતાની એકની એક દીકરીને સમૂહ લગ્નમાં લગ્ન કરાવીને રબારી સમાજમાં એક અનોખી પહેલ સંચાલિત શ્રી એમ.એમ.દેસાઈ
શૈક્ષણિક સંકુલ સમશેપુરા ખાતે રબારી સમાજનો પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, સાંસદ પરબતભાઈ પટેલ, પૂર્વ સાંસદ સાગરભાઈ રાયકા, પૂર્વ ધારાસભ્ય ગાવાભાઈ રબારી, ભોજન દાતા અને ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઈ દેસાઈ, ડીસા ધારાસભ્ય શશીકાંત પંડ્યા,
પૂર્વ મંત્રી રણછોડભાઈ રબારી, કેશાજી ચૌહાણ, હરીભાઈ ચૌધરી, સંસ્થાના પ્મુખ રેવાભાઈ દેસાઈ સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં ૩૧ નવદંપતિઓ એ પ્રભુતામાં પગલાં માંડી શુભ સંસારની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે કનીરામ બાપુ, જયરામગીરી બાપુ સહિત સંતો મહંતો એ આશીર્વાદ આપ્યા હતા.
રબારી સમાજ દ્વારા સમૂહ લગ્નમાં દાન આપનાર દાતાઓનું શાલ, પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. રબારી સમાજના પ્રથમ સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા માટે રબારી ગોપાલક છાત્રાલય ડીસાના ટ્રસ્ટીઓ, રબારી સમાજના આગેવાનો અને યુવાનોએ જહેમત ઉઠાવી હતી.