Western Times News

Gujarati News

રબારી સમાજનો લગ્ન પ્રસંગો માટે મહત્વપૂર્ણ નિર્ણયઃ ખોટા ખર્ચા અને કુરીવાજોને દુર કરી નવું બંધારણ તૈયાર

સગાઈ-સીમંતનો પ્રસંગ હોટલમાં નહીં કરવાનો અને લગ્નમાં પ થી ૭ તોલા સોનું આપવાનો નિયમ-હલ્દી,મહેદી, પ્રીવેડીગ, કંકોતરી લેખન, લગ્ન કે પ્રસંગની રીલ કે સ્ટેટસ મુકવા જેવા રીવાજો બંધ

(એજન્સી)અમદાવાદ, મોઘવારી અને દેખાદેખીના સમયમાં થતા ખોટા ખર્ચા અને કુરીવાજોને દુર કરી નવું બંધારણ તૈયાર કરવાના આશયથી રબારી સમાજ બંધારણ પરીષદનું સંમેલન સોલાના એક પ્લોટમાં રવીવારે સાંજે યોજાયું હતું.

આ સંમેલનમાં નવા બંધારણમાં સમાવેલા નિયમોને કારણે સમાજના આર્થિક રીતે નબળા અને મધ્યવર્ગીય પરીવારો માટે રાહતરૂપ રહેશે. આ ઉપરાંત દેખાડો કરવા દેવું કરીને ઘી પીવડાવવાનો નિર્ણય લેતા અને સમાજના લોકોની આંખો આ નિર્ણયથી ખુલે તો નવાઈ નહી.

સંમેલનમાં લેવાયેલા નિયમોમાં સગાઈ-સીંમનો પ્રસંગ હોટલમાં નહી પણ ઘરમેળે કરવો તેમજ લગ્નમાં પથી૭ તોલા સોનું આપવાનો નિયમ છે. કોઈપણ પ્રસંગ કે લગ્નના વીડીયો સ્ટેટસ અને રીલ્સ બનાવીને સોશીયલ મીડીયામાં મુકવા સહીતના રિવાજો જેવા કે નવી હલ્દી, મહેદી, પ્રીવેડીગ કંકોત્રીર, લેખન, બેચલર પાર્ટી, બેબી સાવર વગેરે બંધ કરાશે.

આ કાર્યક્રમમાં રબારી સમાજના મુખ્ય ગુરુગાદીના મહંત ૧૦૦૮ કનીરામબાપુ અને અન્ય વિવિધ ગુરુગાદીના મહંતોની ઉપસ્થિતીમાં અને માર્ગદર્શન હેઠળ નવા બંધારણના નિયમો અંગે ચર્ચા વિચારણા થઈ હતી. આ નવા બંધારણમાં ખોટા ખર્ચા રીવાજો તેમજ ખોટા દેખાડા બંધ કરવા નિર્ણય લેવાયો હતો.

જેમાં બેફામ પહેરામણીને કંટ્રોલ કરવાનો નિયમ સગાઈસીંમત હોટલમાં નહી ઘરે કરવા અને તેનાં સોનાના દાગીના ના આપવાનો નિર્ણય લગ્નમાં પથી૭ તોલા સોનું લાઈવ ડીજે.કલાકાર બેન્ડવાજા બંધ સાદા ડી.જે.થી ગરબા કરવા અને ડીજીટલ કંકોત્રી મોકલવાનો નિર્ણય લેવાયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.